ઋષિ ભારતીબાપુના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ ! કીધુ કે ગુજરાત મા સમસ્ત કોળી ઠાકોર સમાજ…
ગુજરાત મા જેમ જેમ ચુટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ મા ગરમાવો જોવા મળી રહ્યો છે જેમા હાલ ખાસ કરીને ગુજરાત મા આમ આદમી પાર્ટી ઘણી સક્રિય જોવા મળી રહી છે અને દિલ્હી થી મોટા નેતાઓના ગુજરાત મા આટા ફેરાઓ વધ્યા છે ત્યારે ગુજરાત મા અલગ અલગ સમાજ ના લોકો દ્વારા પોતાના સિએમ મળે તેવી માંગ કરવા મા આવી રહી છે ત્યારે હાલ જ ઋષિ ભારતીબાપુ નુ નિવેદન સામે આવ્યુ હતુ કે CM ક્યા સમાજ નો હોવો જોઈએ.
જો આ અંગે વાત કરવા મા આવે તો બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન મળ્યું હતું જેમા કોળી સમાજ ના અનેક નેતાઓ અને આગેવાનો એ હાજરી આપી હતી આ સંમેલન મા ભારતીબાપુ આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ પણ વિશેષ હાજરી આપી હતી. સંમલેનમાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે “ગુજરાત મા સમસ્ત કોળી ઠાકોર સમાજ 40 ટકા નુ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અઢી કરોડ ની વસ્તી છે. દોઢ કરોડ નુ વોટીંગ છે અને 80 લાખ ઘર છે ત્યારે સમાજ ની લાગણી અને માગણી ને ધ્યાન મા રાખી અને લગભગ 72 સીટો ની દાવેદારી કોળી સમાજ , ઠાકોર સમાજ ધરાવી રહ્યો છે ત્યારે તેને અન્યાય થતો હોય ત્યારે આગેવાનો એ મને વિનંતી કરી કે બાપુ આ અમારી પિડા છે તો અમને ન્યાય મળવો જોઈએ
તો વડીલોને એક આશિર્વાદ ના રુપ મા કવ કે સમાજ ને વધારે મા વધારે વસ્તી પ્રમાણે સીટ મળવી જોઈએ અને સમાજ આર્થિક રીતે અને સામાજિક રીતે ખુબ આગળ વધે.. માધવસિંહ સોલંકી સાહેબ હોય કે CD પટેલ સાહેબ હોય તો એમની સ્મૃતિ મા આ સમાજ માથી પણ કોઈ એવા નેતાઓ ગાંધીનગર મા જઈ અને સી.એમ અને ડેપ્યુટી સી.એમ નુ પ્રતિનિધિત્વ કરે એવી સમાજ ની લાગણી છે તો આ લાગણી સરકાર શ્રી એ પુરી કરવી જોઈએ કારણ કે ઇલેક્શન સમયે દોઢ કરોડ નુ વોટીંગ હોય તો એ પ્રમાણે એમને અન્યાય ન થાય તેનો ખ્યાલ સરકાર શ્રી એ રાખવો જોઈએ.
જો ગુજરાત મા કોળી સમાજ ની વસ્તી પર નજર નાખીએ તો ખાસ કરી ને સૌરાષ્ટ્ર મા પ્રભુત્વ વધારે જોવા મળે છે જેમા ભાવનગર , સુરેન્દ્રનગર , જૂનાગઢ અને અમરેલી , પોરબંદર , નવસારી , વલસાડ , ભરૂચ મા મોટા પ્રમાણ મા કોળી સમાજ વસેલો છે