Gujarat

સગાઈ બાદ યુવતી એ એવી વસ્તુઓ ની માંગ કરી છે યુવકે ગળાફાંસો ખાઈ લીધો ! યુવકના વોટસેપ ચેટ જોઈ પરીવાર ના હોશ ઉડી ગયા

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય છે તેવામાં અનેક યુગલો આ સમયગાળા માં પ્રભુતામાં પગલાં કરશે. અને પોતાના નવા જીવનની શરૂઆત કરશે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન ઘણો જ પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે તમામ સંબંધ પૈકી પતિ પત્ની ના સંબંધને ઘણું મહત્વ આપવામાંએ છે આવે છે. દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા જ ખાસ હોઈ છે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે તેઓ ઘણા સપના જોતા હોઈ છે.

પરંતુ ઘણી વખત લોકો લગ્નના આવા પવિત્ર સંબંધ ને પણ બદનામ કરે છે અને લગ્નને વેપાર અને આવક નું સાધન બનાવે છે આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં લગ્ન સમયે દહેજ લેવાની કુ પ્રથા ચાલી રહી છે જેના કારણે અનેક પરિવારો સામેના પક્ષની માંગણીઓ પુરી ન કરી શકવાથી અનેક પરિવારો તૂટતાં જોવા મળ્યા છે આપણે ઘણી વખત મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના બનાવો જોયા છે જેના મૂળમાં આવું દહેજ નું કારણ જ હોઈ છે.

તેવામાં જો એક કહેવામાં આવે કે કોઈ કન્યા નો પરિવાર વર પક્ષ પાસે દહેજ ની માંગણી કરે છે જેના કારણે કંટાળેલા યુવકે આત્મ હત્યા કરી છે તો ? સૌ કોઈને આશ્ચર્ય થાય કે કન્યા પક્ષ થોડી દહેજ માંગે પરંતુ હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતી લગ્ન પહેલા જ અનેક કારણોથી યુવક પાસેથી ઘણો ખર્ચો કરવાતી હતી તેવામાં યુવતીની માંગણીઓ વધતા અંતે કંટાળેલા યુવકે આત્મ હત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું.

મળતી માહિતિ અનુસાર આ બનાવ અમદાવાદ માં આવેલા નરોડા વિસ્તારના કૈલાશ રોયલ ફ્લેટ આઈ ના બ્લોક નંબર 203 નો છે કે જ્યાં રહેતા 30 વર્ષીય લખન માખીજા એ આત્મ હત્યા કરી છે જણાવી દઈએ કે લખન ના લગ્ન આજ બિલ્ડીંગ ના એચ વિભાગ માં રહેતી યુવતી વંદના સાથે થવાના હતા. પરંતુ લગ્ન પહેલા જ વંદના દ્વારા લખન પાસે અનેક માંગણીઓ કરવામાં આવી.

પહેલા વંદનાએ લખન પાસે આઈ ફોન માંગ્યો જે બાદ લેહ લદાખ ફરવા ની માંગ કરી આ માટે એક લાખ રૂપિયા માંગ્યા અને તાજેતર માં જ તેણે વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડ સેટ ની માંગણી કરી વંદના ની ડિમાન્ડ વધતા લખન નો પરિવાર આટલી બધી માંગણી ને પહોંચી શકે તેમ ન રહ્યો જેના કારણે લખને વંદનાની માંગણી સ્વીકારવાની ના પડી. જે બાબત ને લઈને લખન અને વંદના વચ્ચે અને તેમના પરિવાર વચ્ચે પણ ઘણા ટકરાવ થયા.

આ ટકરાવ ના કારણે લખન ઘણો ચિંતા માં રહેતો અને જેના કારણે એક વખત રાતના સમયે જયારે પરિવાર ના દરેક સભ્યો સુઈ ગયા હતા ત્યારે લખને ઘરના હોલમાં આવેલા પંખા સાથે ઓઢણી બાંધી ને આત્મ હત્યા કરી જેની જાણ તેની માતા ને સવારે થઇ હતી જે બાદ પોલીસ ને જાણ કરવાંમાં આવી પોલીસ દ્વારા જયારે લખન નો ફોન તપાસવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે વંદના ને કેનેડા જવું હશે તે માટે તે લખન પાસે પૈસા માંગતી હતી પરંતુ લખને પૈસા ન આપતા બંને વચ્ચે બોલા ચાલી થઇ હતી છેવટે કંટાળેલા લખને આત્મ હત્યા કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!