સલમાન ખાને પણ જોઈ કાશ્મીર ફાઈલ ! બાદ મા અનુપમ ખેર ને ફોન કરી ને કીધું કે..
બોલીવુડે આ વર્ષ ઇતિહાસ સર્જ્યો! ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મ બનાવીને વિવેક અગ્નિહોત્રી એ સાબિત કરી બતાવ્યું કે, ફિલ્મ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ સમાજમાં એક સદેશાવાહક રૂપ છે. આપણે જાણીએ છે કે, આ ફિલ્મનું પ્રમોશન દેશના દરેક નાગરિકોએ આપમેળે કર્યું છે અને લોકો આ ફિલ્મ જોવા પણ સિનેમા ઘરોમાં ગયા છે. જ્યારે સિનેમા ઘરોમાં બચ્ચન પાંડે અને રાધે શ્યામ જેવી ફિલ્મો હતી એ સમયમાં લોકો એ આ ફિલ્મ જોવાનું વધારે પસંદ કર્યું.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને 219.08 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મને લઈને અનેક કલાકારો એ પ્રતિક્રિયાઓ આપી છે, ત્યારે હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે,
સલમાન ખાને પણ જોઈ કાશ્મીર ફાઈલ ! બાદ મા અનુપમ ખેર ને ફોન કરી ને કીધું એ જાણીને તમેં પણ વિશ્વાસ નહિ કરી શકો. આ ફિલ્મ ખરેખર બોલીવુડની સૌથી યાદગાર ફિલ્મ બની રહેશે. આ ફિલ્મને જેવો પ્રતિસાદ મળ્યો એવી અત્યાર સુધીની કોઈપણ આવા વિષય પર બનેલી ફિલ્મને નહિ મળ્યો હોય.
બોલીવુડના તમામ કલાકારોએ આ ફિલ્મનાં વખાણ કર્યા છે, ત્યારે સલમાન ખાન પણ આ ફિલ્મ જોઈને અનુપમ ખેરને ફિલ્મ વિશે પ્રતિક્રિયા આપી છે. ધ કાશ્મીર ફાઈલ્સની બોક્સ ઓફિસ અને ફિલ્મની સફળ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.અનુપમ ખેરે કહ્યું- હું અંગત રીતે કહીશ કે બીજા દિવસે સલમાન ખાને મને ફોન કર્યો અને અભિનંદન આપ્યા.અનુપમ ખેરનો સલમાન ખાન સાથેનો સંબંધ ઘણો ખાસ અને જૂનો છે. બોલિવૂડના બંને સ્ટાર્સે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનુપમ ખેરે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાઓ, જાન-એ-મન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ખરેખર આ ફિલ્મ ક્યારે સીનેમાં ઘરોમાં આવી એ પણ કોઈ જાણતું ન હતું પરંતુ દર્શકોનાં પ્રતિસાદ ને લીધે ફિલ્મ સુધી તમામ દેશવાસીઓ પહોંચ્યાં છે. આ માત્ર એક ફિલ્મ નથી પર્ટી સત્ય અને સંવેદના છે જેને આપણે અનુભવી જોઈએ. કાશ્મીરમાં પંડિતો સાથે જે ઘટના બની એ દુઃખની વેદના તમે આ ફિલ્મ જોયા પછી જાતે અનુભવી શકશો. આ ફિલ્મ ખરેખર ફિલ્મ નહિ પણ એ ઘટનાની અનુભૂતિ છે.