70 વર્ષના આ ખેડૂતની કોઠા સૂઝને સલામ કરશો! એવી ખેતી કરી કે, વર્ષ 3 લાખથી વધુની કમાણી કરે છે, પુરી વાત જાણીને તમે લખપતિ બનશો.
ગુજરાતના ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના ખેડૂત માનસિંહ ડામોર એક ઉદાહરણ છે જે બતાવે છે કે કેવી રીતે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવી શકે છે.રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વપરાશને બદલે, ડામોર જીવામૃત, ખાતર અને બીજામૃત જેવા કુદરતી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આનાથી તેમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાક ઉગાવવામાં મદદ મળે છે જે ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
ડામોર માને છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતો માટે જ નહીં, પણ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ખેતી માત્ર એક વ્યવસાય નથી, પણ એક જીવનશૈલી છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
આ અભિયાન દ્વારા માનસિંહ ડામોરએ પ્રાકૃતિક ખેતીને સાર્થક કરી બતાવી છે. 70 વર્ષની ઉંમરે પણ તેમણે પાકૃતિક ખેતીથી 2 જાતના સફરજન અને 2 જાતના જામફળ સહિતનો પાક કર્યો. માનસિંહ ડોમર પોસ્ટના નિવૃત કર્મચારી છે. જેમણે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી કરી છે.
સૌથી પહેલા તેમણે ફૂલોની ખેતી શરૂ કરી હતી. દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ, ગલકા, દૂધી, તુરીયા, ગવાર, કેળ, સરગવો, રીંગણ, મરચા, હળદર, બીટ, પપૈયા, સફેદ હળદર, રતાળું, ગરાડું, 2 જાતના સફરજન, 3 જાતના જામફળ, 3 જાતના લીંબુ, અળવી, શેરડી, ભીંડા, ચોળી જેવાં અનેકવિધ શાકભાજી તેમજ ફળોનો પાક કરી રહ્યા છીએ. પોતાની એક એકર જમીનમાં તેઓ આ પાક કરીને વાર્ષિક 3 થી 3.50 લાખ સુધીની આવક મેળવે છે.
https://x.com/infodahodgog/status/1801163295594070135?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1801163295594070135%7Ctwgr%5E9b8810794828a853eda13e536463142eaaeb504e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujarattak.in%2Fgujarat-news%2Fstory%2Fapple-guava-crop-natural-farming-chandavada-dahod-farmers-3010957-2024-06-19
