Gujarat

અમરેલીના ખેડૂતની કોઠાસૂઝને સલામ! ઇઝરાયલી ખજુરની ખેતી દ્વારા કમાઇ છે ૧૦ લાખથી વધુ, સરકાર આપે છે આટલી સબસીડી…જાણી લ્યો વિગતે

એક ખેડૂત ધારે તો કંઈપણ કરી શકે છે, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એટલે જ આપણે ત્યાં ખેડૂતોને અન્નદાતા ગણવામાં આવે છે. ખેડૂત કણ વાવે અને દિવસ રાત તે મહેનત કરે છે, ત્યારે કુદરત ની કૃપા અને ખેડૂતના મહેનત ન કારણે કણમાંથી મણ થાય છે. આજે આપણે એક એવા ખેડૂત વિશે જાણીશું જેમણે બગાયતી ખેતી દ્વારા લાખોની કમાણી શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના દેવળકી ગામના ખેડૂત સંજયભાઈ ડોબરીયા એક સામાન્ય ખેડૂત નથી. તેઓ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે તેઓ આપણા સૌ માટે પ્રેરણા બની રહ્યા છે.

આજથી આઠ વર્ષ પહેલા સુધી સંજયભાઈ પરંપરાગત ખેતી કરતા હતા. એકવાર તેઓ કચ્છ ગયા હતા ત્યાં તેમણે ખજૂરની ખેતી જોઈ અને તેમને પ્રેરણા મળી.
આજે તેઓ એક હેક્ટરમાં 120 ખજૂરના વૃક્ષો ધરાવે છે અને ઇઝરાયેલની કાચી ખજૂરની જાત ઉગાડે છે. દરેક ઝાડ પરથી તેમને 100-150 કિલો ખજૂરનું ઉત્પાદન મળે છે જે બજારમાં 18 લાખ રૂપિયા સુધી વેચાય છે. ખર્ચ કાઢ્યા બાદ તેમને 10 લાખ રૂપિયાનો નફો થાય છે. સૌથી ખાસ વાત એ છે કે, ખજૂર ઉગાડવા માટે સરકાર તરફથી પ્રતિ છોડ 16 હજાર રૂપિયાની સબસિડી મળી.

બગાયતી ખેતી શું છે?

બગાયતી ખેતી એ ફળો, શાકભાજી, ફૂલો, ઔષધીય છોડ અને અન્ય પાકોની ખેતીનો સમાવેશ કરે છે જેનો ઉપયોગ ખોરાક અને અન્ય હેતુઓ માટે થાય છે.

બગાયતી ખેતીના ફાયદા: વધુ નફો: બગાયતી પાકો પરંપરાગત પાકો કરતાં વધુ નફાકારક હોઈ શકે છે.વિવિધતા: બગાયતી ખેતી ખેડૂતોને તેમના પાકની વિવિધતા લાવવા અને જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ટકાઉપણું: બગાયતી ખેતી જમીનની ગુણવત્તા સુધારવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદ કરી શકે છે.

સંજયભાઈ ડોબરીયા બાગાયતી ખેતીના એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે બતાવ્યું છે કે કેવી રીતે આધુનિક ખેતી ટેકનિકનો ઉપયોગ કરીને ખેડૂતો પણ લાખો કમાઈ શકે છે. જો તમે પણ ખેતી કરી છો, તો બગાયતી ખેતી તમારા માટે એક સારો વિકલ્પ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!