Gujarat

સાંચોર પાસે ભયાનક અકસ્માતઃ પાંચ લોકો ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા

સાંચોર પાસે દુધવા-માંગરોળ વચ્ચેના હાઈવે રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બનાવની વિગતો પર નજર કરીએ તો, એક ઈકો કાર થરાદથી કેટલાક લોકોને લઈનને માંગરોળ તરફ જઈ રહી હતી. ત્યારે સાંજે 4 વાગ્યે દુધવા-માંગરોળ હાઈવે પર એક ટેન્કર ચાલકે સામેની બાજુએથી ઈકો ગાડીને ટક્કર મારી હતી.

ટેન્કરની અડફેટે આવતા ઈકો ગાડીનો રીતસરનો કુચડો વળી ગયો હતો અને ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત ચાર પેસેન્જરોનું મોત થયું હતું. આ સિવાય અમૂક પેસેન્જરોને ભારે ઈજા થતા તેમને સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક્સીડન્ટ કરીને ટેન્કર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જો કે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને લોકોએ તેને થરાદમાંથી તેને ઝડપીને થરાદ પોલીસને સોંપ્યો હતો.

કહેવાય છે ને કે, મોત ક્યારે કોને પોતાની બાજુ ખેંચી લે તેની ખબર કોઈને ક્યારેય હોતી નથી. આ ઘટનામાં પણ એવું જ થયું. મૃતકો પૈકી 30 વર્ષી સેધાભાઈ પોતાના બિમાર પિતાની દવા લેવા માટે થરાદ ગયા અને ત્યાંથી દવા લઈને પેસેન્જર વાનમાં બેસીને ગામ તરફ આવી રહ્યા હતા ત્યાં જ અચાનક તેઓ કાળનો કોળીયો બની ગયા.

અત્યારે સાંચોર થરાદ હાઈવે પર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. કામ ચાલી રહ્યું હોવાના કારણે વાહન-વ્યવહાર મોટાપાયે પ્રભાવીત થયો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જ્યારે કોઈપણ રોડ પર સમારકામ ચાલી રહ્યું હોય ત્યારે થોડું ભાન અને ખૂબ જ ધ્યાન રાખીને વ્હિકલ ચલાવવું જોઈએ. પરંતુ બેફામ ટ્રક ચાલકોની હળાડળ બેદરકારીના કારણે અનેક લોકોને મોટું નુકસાન થતું હોય છે. જો કે, આ અકસ્માતમાં જો હજી એ સ્પષ્ટ નથી થયું કે, વાંક ટેન્કર ચાલકનો હતો કે પછી કાર ચાલકનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!