સંસારીક જીવનમાં રહીને ત્યાગી જેવું જીવન જીવતા પીએસઆઈ એ બે વર્ષ થી અન્ન જળ નો ત્યાગ કર્યો અને આવી રીતે જીવે છે…
સંસારીક જીવનમાં રહીને ત્યાગીપણું જીવન કોણ જીવવું પણ એ તલવારની ધાર પર ચાલવા જેવું છે, પણ જો આત્મવિશ્વાસ અને સંયમ તેમજ અતૂટ ભક્તિ હોય તો કોઈપણ પરિસ્થિતિમાં અશક્ય કાર્ય પણ શક્ય બની શકે છે અને એવા ભક્તો જોડે તો ભગવાન ભેડે જ રહે છે. ત્યારે હાલમાં જ એક રાજકોયના પાએએસાઈ સંસારમાં રહીને ત્યાગી જીવન જીવી રહ્યા છે. ચાલો આપણે તેમના જીવન વિશે વધુ જાણીએ.
પીએસઆઈ કે.જે.જાડેજા કે જેઓએ બે વર્ષથી મોંમા નખી લીધો અન્નનો એક દાણો કે નથી ગળે ઉતાર્યુ પાણીનું એક ટીપુ, માત્ર દૂધને પોતાની ભકિતની શકિત આધારે જ જીવી રહ્યા છે
સંસારમાં રહીને પણ સાધુતામય જીવન જીવતા પીએસઆઈ કે.જે.જાડેજાએ છેલ્લા બે વર્ષથી અન્નજળનો ત્યાગ કરેલો છે.
પીએસઆઈ ક્રિપાલસિંહ ૧૯૮૪માં પોલીસ દળ એસઆરપીમાં ભરતી થયા હતા. મુળ વતન જામજોધપુરનું ધ્રાફા ગામ છે. સરકારી નોકરી મળ્યા બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા. સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.
તેમના દાદા જાલમસિંહબાપુ અતિ ભાવભકિત અને સતં આત્મારૂપ જીવ હતા. નાનપણથી જ તેઓને દાદાની ભકિતથી પ્રેરણા મળી હતી.નોકરી દરમિયાન પણ પોતાનો ભવ સુધારવા કે ભકિતના પ્રયાણ માર્ગ સાથે જીવન જીવવા લાગ્યા હતા. છેલ્લા બાર વર્ષથી તેઓ એક સમય જ ભોજન લેતાં હતા અને દિવસ દરમિયાન પાણીનું એક ટીપું પણ લેતાં નહીં. કોરોનાકાળ આવ્યો ત્યારથી વધુ ચિંતિત બન્યા હતા. છેલ્લા ૨૨ વર્ષથી પગપાલા આશાપુરા માતાના મઢ જાય છે જેથી તેમણે બે વર્ષ પહેલા પગપાળા દર્શનાર્થી ગયા ત્યારે જ સંકલ્પ લીદો કે હવે આજથી પોતે અન્ન અને જળ બન્નેનો ત્યાગ કરશે માત્ર દૂધ પર જ જીવન ગુજારશે.
છેલ્લા બે વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યાના આ સંકલ્પ સાથે વધુ એક સંકલ્પ એ પણ કર્યેા છે કે હવે પોતાને ફરજ નિવૃત્તિના ૧૭ માસ બાકી છે. ફરજ નિવૃત થયા બાદ બાર વર્ષ સુધી ગાયત્રી માતાજીનું અનુાન કરવું છે. બાર વર્ષ સુધી ધ્યાનમાં બેસી સૂર્યનારાયણના દર્શન પણ નથી કરવા એવા કોઇ ગર્ભગૃહ કે આવા સ્થાને જઇને અનુાન કરવાનો પ્રકલ્પ છે. આપણો તો માત્ર પ્રકલ્પ હોય છે અને સાચી શ્રધ્ધાભાવ સાથે કરેલો સંકલ્પ અત્યાર સુધી માતાજી અને પરમ કૃપાળુ પરમાત્માને પરીપૂર્ણ કર્યા છે.જૈનોના ૨૪ તિથકરો ક્ષત્રિયો જ હતા. માટે ક્ષત્રિયોનો પણ તપ, ત્યાગ એ ધર્મ છે. જૈન ધર્મમાં તપ, ત્યાગ, કરૂણા સમાયેલા છે. ક્ષત્રિયોમાં પણ આ ગુણ સમાયેલા હોય છે. તેવો સંસારમાં રહીને સાધુરૂપ જીવન જીવી રહેલા પીએસઆઇ કે.જે.જાડેજાએ શબ્દો ઉલ્લેખ કર્યેા હતો
