ગુજરાતના આ ગામ મા બની કરુણ ઘટના ! સાપે દંશ દેતા એક સાથે બે સગી બહેનો ના મોત નિપજ્યાં
હાલ ના સમય મા જ્યારે ચોમાસું ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાત ના અનેક ક્ષેત્રો મા ઝેરી સાપ નીકળવા ની અને ડંખ મારવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે નડિયાદ મા એક હૃદય કંપાવનારી ઘટના બની છે જેમા બે બહેનો ના સાપ કરડવા ના કારણે કરુણ મોત નિપજ્યા છે.
હાલ ના સમય મા ગ્રામ્ય વિસ્તાર મા ઝેરી સાપ કરડવાની ઘટના ઓ સતત સામે આવી રહી છે ત્યારે નડિયાદ ના ઠાસરા પંથકમાં અમૃતપુરા ગામે ગુરૂવારના રોજ મા આ ઘટના સામે આવી હતી જેમા બે બહેનો ને ઝેરી સાપે દંશ દીધો હતો. આ ઘટના મા મૃતક બન્ને બહેનો હતી અને બન્ને ના મોત એક સાથે થતા આખા ગામ મા દુખ નુ મોજુ ફરી વળીયું હતુ.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે બન્ને દીકરીઓ 6 વર્ષની રવ્યા અને 10 વર્ષની સાવિત્રી બન્ને ઘર આંગણે રાત્રી ના સમયે સુતી હતી જ્યારે ઉંઘ મા જ ઝેરી સાંપે દંશ દીધો હતો. આ બાબત ની જાણ પરીવાર ને થતા ની સાથે જ તાત્કાલિક બન્ને ને હોસ્પિટલ એ ખસેડવા મા આવી હતી પરંતુ ઝેર નુ પ્રમાણ શરીર મા વધુ ફેલાઈ જતા બન્ને ના કરુણ મોત થતા પરિવાર દુખ મા સરી પડ્યો હતો.
ખાસ કરીને આ પ્રકાર નઈ ઘટના ચોમાસા મા વધુ જોવા મળે છે અત્રે ઉલ્લેખનિય છે કે આજ થઈ એક વર્ષ પહેલા પણ ઉના જીલ્લા મા એક ઘટના બની હતી જેમા ફળીયા મા સુતેલી બે બહેનો ને સાપે દંશ દેતા બન્ને સગી બહેનો ના મોત થયા હતા ત્યારે ફરી આવી જ ઘટના બનતા અરેરાટી મચી ગઈ હતી.