મોરબી મા આવી સારા અલી ખાન ! પણ આવી રીતે ભારતીય સંસ્કૃતિ નુ અપમાન કર્યું??
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણી સંસ્કૃતિ અને મર્યાદા એજ આપણી ઓળખ છે. કહેવાય છે ને કે, કયારેક વ્યક્તિઓ પોતાનું વ્યક્તિત્વ ભૂલી જતા હોય છે.હાલમાં જ જાણવા ગુજરાતનાં મોરબી શહેરમાં શુટિંગ માટે સારા અલી ખાન પધારેલ હતી, ત્યારે તેને મોરબીમાં આવીને ભારતીય સંસ્કૃતિ નુ અપમાન કર્યું? ખરેખર આ વાત સાંભળીને કોઈને પણ આશ્ચય ચકિત થઈ જવાય છે. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ.
આપણે જાણીએ છે કે, ગુજરાત શૂટિંગ માટે બોલીવુડની મનપસંદ સ્થાન છે. અનેક ફિલ્મોનું શૂટીંગ ગુજરાતમાં થયેલું છે. ત્યારે મુવિના શુટિંગ માટે બોલિવુડના ખ્યાતનામ કલાકારો મોરબીના મહેમાન બન્યા હતા. ભુત પોલીસ ફિલ્મના ડાયરેક્ટર પવન ક્રિપ્લાની આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, વિક્રાંત મેસી, ચિત્રાંગદા સિંહ જોવા મળશે. રમેશ તુરાણીની ટીપ્સ ફિલ્મ દ્વારા આ કામગીરી ચલાવાઇ રહી છે.
આ ફિલ્મનું શુટિંગ મોરબી ખાતે આવેલા પેલેસમાં પણ શુટિંગ થવાનું છે. જેના અનુસંધાને સ્ટાર કાસ્ટ અહીંયા આવી છે.અક્ષય કુમાર પણ અહીં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનો મુખ્ય વિષય સામાન્ય વ્યવહારમાં પણ કેટલાક લોકો છેડતી કરતા હોય છે. તે છે. વ્યવહારીક છેડતી આ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. સામાજિક મુદ્દાઓ પર આ ફિલ્મ બની રહી છે.
આ ફિલ્મનાં શૂટિંગ માટે સારા અલીખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગતા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્વાગતમાં સારા અલી ખાનનો વિચિત્ર સ્વભાવ સામે આવ્યો હતો ખરેખર આપણે જાણીએ છે કે, મોટેભાગે કલાકારોનો સ્વભાવ ખૂબ જ નિર્મળ અને સરળ હોય છે. હાલમાં જ જ્યારે પરંપરાગત સ્વાગત સમયે ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસીનો ચાંદલો કરીને ગળામાં ફુલોની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન જ સારા અલી ખાને ચાંદલો કરાવ્યા વગર જ ગળામાં હાર પણ પહેર્યા વગર ચાલતી પકડી હતી. ખરેખર આ એક અપમાન જેવું જ કહેવાય. એક સમયે હોટલના કર્મચારીઓનું અપમાન તો થયું જ હતુ પરંતુ સાથે સાથે પરોક્ષ રીતે તેણે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન કર્યું હતું. હોટેલના લોકોએ તેમનું આદરમાન સાથે સન્માન કર્યું પણ સારા ખાલી તેમના સ્વાગતને સ્વીકારવાને બદલે આવી રીતે વ્યવહાર કરતા સૌ કોઈ ચોકી ગયા હતા.