સાળંગપુરના તૈયાર થતા ભોજનાલયમાટે લાખો ગાંધીનગર ના દાતા આપશે , જેની કિંમત
કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. આ મંદિરનું સંચાલન સ્વામિનારાયણધામ વડતાલ દ્વારા કરવામાં આવે છે. હાલ મંદિર પરિસરની બાજુમાંજ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાના ભાગરૂપે એક ભોજનાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે .
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને હરિપ્રસાદસ્વામીજી ની પ્રેરણા થી બનવા જઈ રહેલા આ નૂતન ભોજનાલયનો નિર્માણ ખર્ચ અંદાજિત ૪૦ કરોડ રૂપિયા છે . કુલ ૨ લાખ ૩૦ હજાર સ્કવેર ફૂટ બાંધકામ માટે ૭ વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે અને જેમાં અંદાજિત ૧૨ લાખ ઇંટોનો ઉપયોગ થશે. આ તમામ ઈંટો ગાંધીનગરમાં રહેતા એક શ્રદ્ધાળુ એવા શ્રી.ભરતભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવશે અને દરેક ઈંટ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું નામ અંકિત હશે .
સૌ પ્રથમ ભરતભાઈએ આ ઈંટોની સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મંદિરના કોઠારી શ્રી. વિવેકસાગરદાસજી સ્વામીએ એક બાંધકામના નિષ્ણાંત પાસે ઈંટોની સંખ્યાનો અંદાજ મંગાવ્યો ત્યારે ૧૨ લાખ ઈંટો જોઈશે એવું સામે આવ્યું અને આટલી મોટી સંખ્યાની વાત ભરતભાઈ સમક્ષ રજુ કરવામાં મંદિરના સંતો સંકોચ અનુભવી રહ્યા હતા, પરંતુ કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વગર ભરતભાઈ એ આ તમામ ઈંટો સ્વખર્ચે મંદિરના સેવાર્થે આપવાનો નિર્ણય કર્યો છે.