શ્રી સાળંગપુર હનુમાન મંદિરમાં ઐતિહાસિક રંગોત્સવ ઉજવાયો, બે હજાર કિલો રંગથી ભક્તો રંગાયા જુવો ખાસ તસવીરો
બોટાદ જીલ્લા મા આવેલું શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર લાખો લોકો ની આસ્થા અને શ્રધ્ધા નુ પ્રતીક છે ત્યારે અનેક તહેવારો ની ઊજવણી ધામ ધુમથી થતી હોય છે ત્યારે આ વખતે ધૂળેટી ની અનોખી ઉજવણી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કરવામા આવી હતી જયા દાદા ના ભક્તો રંગે રંગાયા હતા. ગુરૂવારે હોળીની ઉજવણી બાદ આજે ધૂળેટી અને રંગોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવશે. જેમાં મોટાભાગના મંદિરોમાં ભગવાન માટે ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ રંગોત્સવ ની ઊજવણી અનોખી રીતે કરવામા આવી મા આવી હતી જેમા જેમાં ભક્તજનો પર 2000 કિલો રંગનો વરસાદ કરવામાં આવ્યો છે. આ સાથે 25,000થી પણ વધુ ચોકલેટ પ્રસાદ પણ પીરસવામાં આવી રહ્યો છે. આજે ધૂળેટીના પાવન પર્વે સાળંગપુર હનુમાન દાદાને ધુળેટી સાથે રંગ અને પિચકારીનો શણગાર કરવામાં આવ્યો છે.
આ રંગોત્સવ ની ઉજવણી મા અનોખો માહોલ સર્જયો હતો જેમાં 70 ફુટ ઉંચે સુધી રંગ ને ઉડાડવામા આવ્યા હતા આ ઉપરાંત દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો છે. અવનવા રંગોથી વાતાવરણ સંગીત અને અદ્ભુત જોવા મળ્યુ હતુ. આવો રંગોત્સવ પહેલી વાર યોજાયો હતો અને આ તમામ કલરો હરિભક્તો દ્વારા મોકલવામાં આવેલા હતા.
મંદિરના વિશાળ પરિસરમાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ધુળેટીના દિવસે દાદાને 25 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવી હતી. આ પછી મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને ધુળેટી પર્વ પર વિશેષ રંગ અને પિચકારીથી શણગાર કરવામાં આવ્યો હતો.