શ્રી રામ લલાને મંદિરમાં બિરાજમાન જોઇને 30 વર્ષ બાદ સરસ્વતી બોલ્યા… વિડીયો જોઇને ભાવુક થઈ જશો…
રામ મંદિરનું સપનું સાકાર થઇ ગયું છે, ત્યારે જગતના દરેક લોકોની લાગણી દરિયાથી પણ અતુલ્ય વહી રહી છે. રામ આગમનની સાથે અનેક લોકોની માનતાઓ પણ પુરી થઇ છે કારણ કે રામ મંદિર માટે અનેક લોકોએ ટેક લીધી હતી.
શબરીની ભક્તિ જેવી જ ભારતના સરસ્વતી દેવીની ભક્તિને વંદન કરશો. તમને જાણીને નવાઈ લાગશે કે 85 વર્ષના સરસ્વતી દેવીએ લગભગ 30 વર્ષથી તેમણે મૌનવ્રત ધારણ કર્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાના અભિષેક સાથે તેમનો સંકલ્પ પણ પૂર્ણ થયો. શ્રી રામલલાના ચરણોમાં જ રામના નામથી જ તેમનું વ્રત તોડ્યું.
વર્ષ 1992 સરસ્વતી દેવી અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસને મળ્યા હતા અને તેમના કહેવાથી કામતાનાથ પર્વતની પરિક્રમા માટે ચિત્રકૂટ ગયા અને ત્યાં તેમણે દૂધના ગ્લાસ પી કલ્પવાસમાં સાડા સાત મહિના ગાળ્યા અને દરરોજ કામતાનાથ પર્વતની 14 કિલોમીટરની પરિક્રમા કરી. પરિક્રમા પછી અયોધ્યા પરત ફરતી વખતે, 6 ડિસેમ્બર 1992ના રોજ, સ્વામી નૃત્ય ગોપાલ દાસના કહેવાથી, તેમણે મૌનવ્રત લીધું હતું આખરે હવે તેમનું વ્રત શ્રી રામ નામ થકી પૂરું થશે .
શ્રી રામ મંદિર તરફથી સરસ્વતી દેવીને આમંત્રણ મળ્યું હતું. જેથી શ્રી રામજીના દર્શન કરીને સૌથી પહેલા શ્રી રામ શબ્દ બોલ્યા હતા અને શબરીની જેમ જ તેમની આંખોમાંથી રામ મળ્યાના હરખના આંસુઓ છલકાઈ ગયા .
સરસ્વતી દેવીના અંગત જીવન વિષે જાણીએ તો તેમણે ધનબાદના ભોનરામાં રહેતા દેવકીનંદન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, તે અભણ હોવાથી તેમના પતિએ તેમને વાંચતા અને લખતા શીખવ્યું હતું. તેમના પતિનું લગભગ 35 વર્ષ પહેલા જ અવસાન થઇ ગયું હતુ અને પતિના ,મુત્યુબાદ પોતાના સંતાનોનો ઉછેર કર્યો અને રામ ભક્તિ સાથે અતૂટ જોડાયેલા રહયા,
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.