India

ધર્મનો ભેદભાવ ભૂલી માનવતા ખાતર આ વ્યક્તિએ 3000 થી વધુ લાવારીશ લાશોનાં અંતિમ સંસ્કાર કર્યા, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો પદ્મશ્રી.

હાલમાં જ અનેક લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે એવા લોકોને સન્માન મળ્યું છે જેને અત્યાર સુધી કોઈ ઓળખતું પણ ન હતું. પગમાં ચમ્પલ નહિ કે ન તો સારા કપડાં છતાંય પણ ઉચ્ચ માન સન્માન આપવામાં આવ્યું છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને પોતાનો ધર્મ ભૂલીને પણ સર્વ ધર્મ એક સમજીને એવું કાર્ય કર્યું જે ભાગ્યે જ કોઈ કરી શકે છે. આપણે તુલસી, સંતરા વેચનારની વાત સાંભળી છે, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત સાંભળીને તમને ગર્વ અનુભાવશે.

સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ પોતાના હોમટાઉન અયોધ્યા પહોંચેલા શબોના મસીહા તરીકે જાણીતા સમાજ સેવક મોહમ્મદ શરીફ ચાચાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનવીય સંવેદના કામ માટે શરીફ ચાચાને વર્ષ 2019માં પદ્મશ્રીની ઘોષણા સરકારે કરી હતી બે વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળ્યું.

તેમને જે ક્ષેત્રમાં કાર્ય બદલ આ પુરસ્કાર મળ્યો છે, તે ખૂબ જ સરહાનીય કાર્ય બદલ ખુબ જ વખાણ કરવામાં આવ્યા છે. છેલ્લાં 28 વર્ષમાં લગભગ 3000  જેટલી લાવારીશ લાશોના જે તે ધર્મના રિતીરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરાવ્યા છે. જેમાં 1 હજાર મૃતદેહ હિંદુઓના અને 2 હજાર મુસ્લિમોના હતા.

પદ્મશ્રીનું સન્માન મળ્યા પછી અયોધ્યા પોતાના વતન પરત ફરેલા મોહમ્મદ શરીફ ચાચાએ કહ્યું કે દેશનું પ્રતિષ્ઠિત સન્માન મળ્યા પછી હું મહેસુસ કરી શકું કે મોદી સરકારમાં સમાજ સેવાની કદર થાય છે. ચાચાએ કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપતી વખતે વખાણ કર્યા હતા તે વાતથી અનહદ ખુશ છુ.  એવું લાગ્યું કે 28 વર્ષની સેવાનું સાચું ફળ મળ્યું છે.

મોહમ્મદ શરીફ ચાચાએ કહ્યુ કે જયાં સુધી મારા શરીરમાં તાકાત છે, ત્યાં સુધી મારી જિંદગીના અંતિમ ક્ષણ સુધી હું લાવારીશ લાશોના અંતિમ સંસ્કાર કરતો રહીશ. મારા ગયા પછી મારા પરિવારના લોકો આ કામગીરી આગળ વધારશે.શરીફ ચાચાએ કહ્યુ કે તેમના પુત્રની સુલતાનપુરમાં હત્યા કરી દેવામાં આવી હતી અને પોલીસે તેની લાશને લાવારિશ સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ત્યારથી તેમણે લાવારિશ લાશોના અંતિમ સંસ્કાર કરવાના શપથ લીધા હતા.

મોહમંદ શરીફ ચાચા પાસેથી હિંદુ- મુસલામનના નામે લડતા લોકોએ એક વાત શીખવા જેવી છે કે  ચાચા લાવારિશ લાશના અંતિમ સંસ્કાર કરતી વખતે એ જોતા નથી કે એ કયા ધર્મની વ્યકિતની લાશ છે. ભલે તે પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય કે કોઇ પણ ધર્મનો હોય તે લાવારિશ લાશના અંતિમ સંસ્કાર કરી દે છે.ખરેખર તેમને માનવતાનો ધર્મ નિભાવ્યો છે. કોરોનાકાળમાં જ્યારે કોઈ ન હતું ત્યારે તેમને બીજાના સ્વજનોને પોતાના માનીને અતિમ વિધિ કરેલ.ખરેખર આ કાર્ય ખૂબ જ પ્રેરણાદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!