સરપંચની ચુંટણી જીતતા સાસુ એ જમાઈ ને ખંભે બેસાડી વરઘોડો કાઢ્યો ?? જુવો વાયરલ વિડીઓ
ગુજરાત મા તાજેતર મા જ અનેક ગામડાઓ ની ચુંટણી યોજાઈ હતી અને અનેક ગામડાઓને નવા સરપંચ મળ્યા હતા જેમા સંરપંચ ની ચુટણી જીતેલા ઉમેદવારો ખુબ જોશ મા જોવા મળ્યા હતા અને અલગ અલગ રીતે પોતાની જીત ની ઉજવણી પણ કરી હતી ત્યાર સોસીયલ મીડીયા પર હાલ જ એક સરપંચ ની જીત ની ઊજવણી કરતો વિડીઓ જોવા મળ્યો હતો જેમાં સરપંચ બનેલા યુવક ને તેની સાસુ એ ખંભે ઉચકી લીધો હતો.
હાલ આ ઉજવણી નો વિડીઓ સોસિયલ મીડીયા લોકો ખુબ શેર કરી રહ્યા છે અને વિડીઓ મા અવનવી કોમેન્ટ પણ લોકો કરી રહ્યા છે ઘણા લોકો આ બાબત ને સારી ગણાવી રહ્યા છે તો ઘણા લોકો આ બાબત ને અયોગ્ય ગણાવી રહ્યા છે હાલ આ વિડીઓ કયાં ગામ નો છે ? એ ખબર નથી પડી પણ લોકો સોસિયલ મીડીયા આ વિડીઓ ખુબ શેર કરી રહયા છે. વિડીઓ મા આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા એ યુવક ને ખંભે બેસાડી નાચી રહી છે.
જયારે અન્ય લોકો પણ વરઘોડામા નાચે એમ નાચી રહ્યા છે. ખરેખર આ વખતે સરપંચ ની ચૂંટણી ઘણી રસપ્રદ રહી કારણે કે અનેક એવા કિસ્સા ઓ સામે આવ્યા છે ઘણા રસપ્રદ હતા જેમકે એક મુંબઈ ની મોડલ કે જેણે શાહરુખ સલમાન સાથે કામ કર્યુ છે તેણે ગામડે થી ચુંટણી લડી હતી પરંતુ તેની હાર થઈ હતી.
જ્યારે અન્ય કિસ્સા ઓ પર નજર નાખીએ તો કોઈ એક ગામ મા સરપંચ ની જીત ની ખુશી મા ફાયરિંગ કરવામા આવ્યુ હતુ થઈ અન્ય એક ગામ ની ચુંટણી મા સાસુ અને વહુ સામ સામે ચુટણી લડ્યા હતા જેમા વહુ એ ચુંટણી જીતી ને સરપંચ બની હતી.