લ્યો બોલો સરપંચ 1 લાખની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો ! ચાર લાખ ની માંગણી
લાંચ લેતા અધિકારીઓ સામે ACB એ લાલ આંખ કરી છે અને હાલ ના સમય મા ઘણા એવા અધીકારીઓ ને લાંચ લેતાં ઝડપી લેવાયા છે. ત્યારે ફરી એક સરપંચ ACB ના હાથે ઝડપાયો હતો. ACB ની કાર્યવાહી મા મહેસાણા ગીલોસણ ગામના સરપંચને રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે Divyabhaskar ના અહેવાલ મુજબ મહેસાણા ના ગીલોસણ ગામ ના એક યુવાને ઔધોગિક પ્લોટિંગ કર્યું હતું. જેના બાંધકામ માટે સંરપંચ પાસે યુવકે પરવાનગી ચીઠ્ઠી માંગી હતી અને ગીલોસણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. અને આ કામ માટે યુવક પાસેથી સરપંચે ચાર લાખ રુપીયા ની માંગણી કરી હતી.
જો કે આરોપી સરપંચે અગાઉ પણ આ મામલે પચાસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો અને બાકી રહેલી રકમની માંગણી ચાલુ રાખી હતી.
આ અંગે સરપંચ નુ નામ ભીખુમિયા ગાંડા લાલ અલીમીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ અને ગીલોસણ ગામ ના સરપંચ હોવાનુ માલુમ પડયું હતુ. અને આ ઘટના મા આરોપી એ મહેસાણા ACB ને જાણ કરી હતી અને સરપંચ ને એક લાખ રુપીયા આપવા ફરીયાદી એ મહેસાણા મોઢેરા રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસેના પૂનમ પાર્લર પર બોલાવ્યો હતો.
ત્યારે મહેસાણા ACB એ છટકું ગોઠવ્યું હતુ જેમા સરપંચ અને ફરીયાદી યુવક વચ્ચે રુપીયા ની લેતીદેતી બાબતે ઘણી રકઝક પણ થઈ હતી જ્યાર બાદ સરપંચે એક લાખ રુપીયા લેતા ની સાથે જ મહેસાણા ACB એ રંગે હાથ પકડી લીધા હતા.