પોતાની ઉચ્ચ કક્ષાની નોકરી છોડીને ગામની સેવા અર્થે સરપંચ આવ્યા અને ગામને સ્વર્ગ બનાવી દીધું…
દેશનો વિકાસ જેમ પ્રધાનમંત્રી કરે છે, એવી જ રીતે રાજ્યનો મુખ્યમંત્રી, શહેરનું ધારાસભ્ય અને ગામડાનો સરપંચ! આજે એવા કેટલાક ગામડાઓ છે, જેમના સરપંચોએ વિકાસ કરીને પોતાના ગામડાઓને ખુબ જ વિકસાવ્યા છે અને તેને શહેર જેટલા જ આધુનિક બનાવ્યા છે. ખરેખર આ એક ખુબ જ સરહાનીય વાત છે. આજે અમે આપણે એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જેને પોતાના ગામડાનો વિકાસ ખુબ જ સારી રીતે કર્યો છે. પોતાનામાં રહેલ કોઠાસૂઝથી પોતાના ગામને સ્વર્ગમાં ફેરવી નાખ્યું.
આપણે વાત કરી રહ્યા છીએ મહિપત સિંહ ચૌહાણ સિંહની જેઓ સૌપ્રથમ કલકત્તા ખાતે નોકરી કરતા હતા અને તેમનો પગાર ૭૦૦૦૦ રૂપિયા હતો, ત્યારે એવા સમએ ગામ લોકોની લાગણીઓને માનમાં રાખીને તેઓ પોતાના વતન વસો તાલુકાના નવાગામમાં પરત આવી ગયા હતા. અહીંયા આવતાની સાથે જ સરપંચ તરીકેની જવાબદારી સંભાળી હતી અને ત્યારે તેમની ઉંમર ૩૧ વર્ષની હતી તેમને ગામની ગામની હાલત જાણીને ગામના જીવનને વધુ સુવિધા સભર અને સ્વાસ્થ્યને વધુ સારી બતાવવા ખુબ જ વિચાર કરેલ અને અટકેલા કાર્યોને કરી બતાવ્યાં.
સૌ પ્રથમ તેમણે સરપંચ બનવું પડશે આમ તેમણે સરપંચ બની અને ગામનું કલ્યાણ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછી તેમણે ગામમાં સફાઈ કરવા માટે પોતે જ હાથમાં સાવરણો લીધો હતો ત્યારે કોઈ વ્યક્તિ એવું વિચાર્યું છે કે કોઈ સરપચ જ આખા ગામની સફાઈ કરે અને તેમણે પહેલાં સરપંચ તરીકે ગામ માં રહેલા ઉકરડા દૂર કરી અને ગામની સફાઈ કરી હતી.તમને જાણીને નવાઈ લાગશે કે, સરપંચ પોતે પાવડો તમામ વસ્તુઓ લઈ અને ગામની સફાઈ કરી અને આ જોઈને ગામના 200 યુવકો પણ જોડાયા હતા અને તેમણે સૌપ્રથમ ગામ માં રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા અને ગામની ગ્રામ પંચાયતની જમીન માં ઉભા કરાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા
પોતાના ગામમાં જે દીકરીનો જન્મ થાય તે દીકરીને રૂપિયા હજારનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. અને આ ગામના સરપંચ જ એટલે કે મહિપત સિંહ ચૌહાણ દ્વારા ગામમાં બે પ્રકારની યોજનાઓ નક્કી કરવામાં આવી છે.તે ઉપરાંત જે દીકરી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરે તે દીકરીનો કોલેજના પ્રથમ વર્ષની ફી આપવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતુંગામમાં સકારત્મક વાતવરણ રહે તે માટે થઇને ગામમાં તેમણે સ્પીકર ફીટ કરાવેલ છે, જેમાં નિત્ય પ્રભાતિયાં વાગતા. તે ઉપરાંત સમગ્ર ગામમાં લાઇટિંગ માટે એલઇડી લાઇટો ફિટ કરવામાં આવી છે.તેમજ ખાસ ગામમાં દારૂબંધી તેમજ અનેક દૂવ્યવહારને પ્રતિબંધિત કર્યા.ખાસ ગામના ખેડૂતોનો ખેતી એ મુખ્ય વ્યવસાય છે.
તેમને ખેડૂતો માટે એક વિશિષ્ટ યોજના શરૂ કરી છે. એટલા માટે તેમને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂત અને પાંચ હજાર ઉપરાંત વીઘા દીઠ સૌથી વધારે બીજા નંબરે ઉત્પાદન મેળવતા ખેડૂતને ૩૦૦૦ અને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂતને અગિયારસો રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખરેખર આવા સરપંચો મળે તો દેશના દરેક ગામડાઓમાં વિકાસ થાય છે અને ખરેખર તેમનું વ્યક્તિત્વ અને ગુણો થકી અનેક લોકોનું દિલ જીત્યું અને સદાય લોક સેવા અર્થે કાર્યરત રહે છે. સલામ છે આ સરપંચની કામગીરીને, જાણીને નવાઈ લાગશે કે તેઓ આપ પાર્ટી સાથે જોડાઈ ને સેવા કાર્ય કરેલ.