સાસુ હોય તો આવા ! વહુ ને એવી ગીફ્ટ આપી કે આખુ ગામ વાહ વાહી કરતા થાકી ગયુ…
સાસુ વહુનો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. આપણે અત્યાર સુધી માત્ર ને માત્ર અણબનાવ બનતા હોય છે, પરતું હાલમાં એક એવી ઘટના બની જેનાં લીધે સાસુ વહુનો સંબંધ લોકો માટે પ્રેરણાદાયક બન્યો છે. ખરેખર આ ઘટના હદયસ્પર્શી છે, કારણ કે અત્યાર સુધી તમે સાસુ વહુના સંબંધોમાં માત્ર ને માત્ર ખાટી મીઠ્ઠી નોક જોક જોવા મળતી હોય છે. ત્યારે આજના સમયમાં પણ એવા ઘણા વ્યક્તિ એવા હોય છે, જે સમાજમાં લોકો માટે ઉત્તમ પ્રેરણા રૂપ સમાન છે.
હાલના સમયમાં દહેજની પ્રથા ખૂબ જ વધારે જોવા મળે છે, જ્યાં જુઓ ત્યાં અનેક વખત દહેજપ્રથાને લઈને અનેકગંભીર ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ખરેખર આ ઘટના આવી ઘટનાઓ સામે લોકો માટે એક ઉત્તમ પ્રેરણા છે. આ ઘટના રાજસ્થાનમાં બની છે. CRPFમાં SIએ પોતાના એકમાત્ર પુત્રના લગ્નમાં દહેજ ન લઈને એક ઉમદા ઉદાહરણ બન્યું છે.
સાસરિયા પક્ષે પુત્રના લગ્નમાં દહેજના નામે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું છે. જ્યારે પુત્રવધૂ સાસરિયાંમાં આવી ત્યારે સાસુએ તેને 11 લાખની લક્ઝુરિયસ કાર ભેટમાં આપી હતી. એવું કહેવાય છે કે, ઝુંઝુનુના આ દંપતીએ પુત્રના લગ્ન પહેલાં જ દહેજ ન લેવાની શરત મૂકી હતી. ખરેખર આવું સરહાનીય કાર્ય ભાગ્યે જ બને છે.આ ઘટના વિશે વિગતવાર જાણીએ તો એકમાત્ર પુત્ર રામવીરના લગ્ન 5 ફેબ્રુઆરીએ અલવરના ખુવાના ગામમાં થયા હતા.
રામકિશન યાદવ અને તેમની પત્ની ક્રિષ્નાએ નક્કી કર્યું હતું કે તેઓ દહેજ લીધા વિના જ તેમના એકમાત્ર પુત્રના લગ્ન કરશે. શુકન તરીકે પરિવારે માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું હતું. રવિવારે જ્યારે પુત્રવધૂ ઈશા ઘરે આવી ત્યારે સાસુએ વહુનું મોઢું જોવા સામે તેને કાર ગિફ્ટ કરી હતી. પુત્રવધૂને મોઢું જોવાની રીત સામે સાસુ દ્વારા ભેટમાં કાર આપવાની ચર્ચા હવે આખા ગામમાં થઈ રહી હતી.જયારે વહુ ઘરે પહોંચી ત્યારે સાસુએ વહુને કારની ચાવી આપી હતી.પુત્રવધૂ ઈશા બીએના બીજા વર્ષની વિદ્યાર્થિની છે. વર રામવીર પણ MSCનો અભ્યાસ કરી રહ્યો છે. આ ઘટાનાએ સૌ કોઈનું હ્દય જીતી લીધું હતું.