Gujarat

સૌરાષ્ટ્રની દીકરીએ હાથ-પગ, દિકરો અને ગર્ભાશય ગુમાવ્યું છતાં આજે હિંમતભેર સાથે કરવા જઈ રહી છે આવું કામ અમેરિકામાં…

આજે આપણે એક એવી દીકરીની વાત કરીશું જેણે જીવનમાં ડગલેને પગલે જીવનમાં એવા કપરા દુઃખોનો સામનો કર્યો કે, કોઈ બીજુ વ્યક્તિ હોય તો આવા જીવનથી હારી જાય પરંતુ આજે બે પગ હાથ ન હોવા છતાં ઉત્સાહ પૂર્વક અને ખુશાહાલ જીવન જીવી રહી છે. ચાલો અમે સૌરાષ્ટ્રની આ દીકરી વિશે જણાવીએ કે તેના જીવનમાં તેને કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ વાર્તા કોઈ વેબ સિરિઝથી ઓછી નથી. ચાલો અમે સપૂર્ણ ઘટના જણાવીએ.

સાંવરકુંડલાની ધરાએ અમેરિકામાં રહેતા સિદ્ધાર્થ શાહ સાથે લગ્ન કર્યા. ગુજરાતમાંથી તે અમેરિકાના ડેલાસમાં આવી. તેનું લગ્ન જીવન ખૂબ જ સુખમય હતું અને સાસરિયામાં ઘરથી પણ વિશેષ પ્રેમ મળ્યો. મને પતિ, સાસુ-સસરા પણ હથેળીમાં રાખતા. જીવનમાં ક્યારે દુઃખદ બનાવ આવે કોઈ નથી જાણતું. બનાવ એવો બન્યો કે, ઘરમાં ખુશીનો માહોલ આવ્યો કારણ કે ધારા વર્ષ 2018માં પ્રેગનન્ટ થઈ. આખરે ધરાએ સ્વસ્થ અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો, પણ કોણ જાણે કુદરત મારા પર એવી રૂઠી કે એક જ દિવસમાં બધુ હતું ન હતું થઈ ગયું.

દુઃખદ ઘટના એવી બની કે, ડિલિવરીમાં બ્લિડિંગ એટલું વધી ગયું કે, 90 મિનિટ હાર્ટ બંધ થઈ ગયું. ડોક્ટરે સતત CPR આપી હૃદય ફરી ધબકતું કર્યું તો હું કોમામાં જતી રહી. બાદમાં ગેંગરીન થતા બે પગ, એક અડધો હાથ અને બીજા હાથની પાંચેય આંગળી કાઢી નાખવી પડી. મારા ગર્ભાશયની કોથળી કાઢવી પડી. એક પછી એક દુઃખ આવી જ બન્યુ હતું છતાં પણ ધારા હિંમત ન હારી અને જીવનમાં સતત જીવવા આગળ વધતી રહી.

જ્યારે દરેક દુઃખો ને સ્વીકારી તે સાડા ચાર મહિને ઘરે આવીને પૂત્રને જોઇને બધું દુઃખ ભૂલી ગઈ. વિધાતા તો તેના જીવન સાથે હજુ રમત રમી રહી હતી. ધારાના દીકરા જેનેટિક ડિસઓર્ડર થવાથી 10 મહિનાની વયે જીવન ટૂંકાવી દીધું.આ દુઃખને સ્વીકાર્યું અને હિંમત ન હારી અને કૃત્રિમ પગ લગાડી દોડવાનું શરૂ કર્યું. આજે તે 5 કિમી દોડી શકે છે. હવે તે એક સ્વસ્થ જીવન જીવીને પરિવાર ને સંભાળે છે અને ખુદને પણ ખુશ રાખીને હવે આગામી સમયમાં એમેરિકામ મેરેથોન દોડમાં ભાગ લેશે.

ધારાની દુઃખદ કહાની પરથી શીખવા મળે છે કે, જીવનમાં
મુશ્કેલીઓનો સામનો કરો, હિંમતથી લડો. કારણ કે, ડરવાથી કે ભાગવાથી તેનું કોઈ સોલ્યુશન નથી. તમે જો લડશો તો જ તમે પરિસ્થિતિમાંથી નીકળી શકશો. હું જ્યારે આટલું બધું ગુમાવીને ફરી ઉભી થઈ તો તમે તો બધા કરી જ શકો છો. ખરેખર આ વાતનો સ્વીકાર કરી જે જીવન જીવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!