ગુજરાતી દિકરી ની શિખરો સર કરવાની સિધ્ધિઓ જાણો સલામ કરશો…
પપ્પાની આંગળી ઝાલી ગિરના આંરની ગોદમાં ફરતી નાનકડી સુરભિ આજે કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ અને કિલ્લીમાંજારો જેવા અઘરા ચઢાણ ચઢી .“ સીધા રસ્તે સૌ કોઈ ચાલે પણ કેડી કંડારે એ એક “ આપણી આસ પાસ એવા લોકો હોય છે જે ચીલા ચાલુથી થોડું હટકે હોય , કઈક અલગ રીતે જીવતાહો ય. પણ આપણી નિરસતા ઘણી વખત આપણને એક નવા જ્ઞાનથી વંચિત રાખી ન દે તે માટે આપણે આવા લોકો ને મળતું રહેવું પડે તેને જાણતા, સમજતા રહેવા પડે .તો ચાલો જાણીએ એક એવા નોખા અનોખા માણસને જેને પર્વતો સાથે પ્રેમ છે .
નામ છે એનું સુરભિ ચાવડા, જુનાગઢની આ છોકરીને ગિરનાર ની ગોદ માજ પોતાનું બાળપણ વીતવાનો લહવો મડ્યો બાળપણથી જ ગિરનાર ના નાના મોટા પિક (ટેકરા / ચઢાણો ) પપ્પા સાથે ચઢવા જતી સુરભિ માટે માઉટેરિંગ જેવો શબ્દ પણ અજાણ્યો હતો . શિક્ષક પિતાની આ દીકરી તેના અન્ય ભાઈ બહેનની જેમ ભણવામાં તેજસ્વી , ટેન્થમાં સારા માર્ક થી પાસ થઈ ઇન્સ્તુમેંટલ એંજિનિએયર પણ બની. પણ આ દરમિયાન એક વખત ગિરનાર ના રસ્તે ફરતા ફરતા અમુક લોકો ને દોરડા લઈ ગિરનાર તરફ જતાં જોયા , કુતૂહલ વશ પુછ્યું કે આ બધુ શું કરો છો ત્યારે તેને ખબર પડી કે અહી પંડિત દિનદયાલ ટ્રસ્ટની એક ટ્રેનીંગ સેન્ટર છે જે પર્વત પર ચઢતા અને ઉતરતા શીખવે છે.
ને બસ આ તેના જીવનનો ટુરનિંગ પોઈન્ટ રહ્યો. જિગ્નાશાવશ અહી કોર્ષ જોઇન કરી ટ્રેનીંગ લીધી ને બસ અહી થી બાળપણ માં પ્રકૃતિપ્રેમ ના રોપાયેલ બીજ ને જાણે પાણી મળ્યું. અને એડવેંચર એના જીવનનું ધ્યેય બની ગયું. અભ્યાશ દરમિયાન જ ગુજરાત માં આપતી તમામ માઉટેરિંગ ટ્રેનીંગ સાથે ગુજરાત ના બધા ક્લાઈમ્બિંગ ( પર્વતચઢાણ ) કરી લીધા.
અભ્યાસ માં તેજસ્વી એવી સુરભિ યુનિવર્સિટિ સેકંડ રેંક પર પાસ થયા હોય એટ્લે જોબ પણ એટલી જ સારી મળી અને એ પણ એ જગ્યાએ કે જે ઍડવેન્ચરનું હબ ગણાતું હોય એટલેકે પૂના . તેના જ શબ્દોમાં કહીયે તો જે દિશા આપણે ગમતી હોય ને તેને લાગતું બધુ આપણી આસ પાસ ગોઠવતું જાય , સુરભિ ને પાંખો મળી જાણે અને તેની જોબ ની સાથે તેઓએ આઈસ ક્લાઈમ્બિંગ ના કોર્ષ પણ કર્યા અને ક્યારેક એમજ જોયેલું સ્વપ્ન કે હું ક્યારેક દુનિયાનો સૌથી ઊંચો પહાડ ચઢીશ તે સ્વપન પૂરું કર્યું .
2014 ની સાલ માં તે માઉન્ટ આવરેસ્ટ ની સફરે નિકડી પડી અને 7000 ફિટ નું અતિ અઘરું કહી શકાય તેવું ક્લીમ્બિંગ પણ કરી લીધું પણ દુર્ભાગ્ય વશ સ્નો બ્લાઇંડિંગ ની તકલીફ થતાં તેને પાછું વડવું પડ્યું પણ તે કટ્ટીબદ્ધ છે કે તેણી ફરી પૂરૂ ચઢાણ કરવા જશે. તેના જણાવ્યા મુજબ આ એક ખુબજ અનુભવ અને રૂપિયા વાપરી નાખતી ટ્રીપ છે આવરેસ્ટ નું ચઢાણ ખુબજ મોંઘું ચઢાણ છે પણ તેના પપ્પા મમ્મી ના સુપોર્ટ અને પોતાની બચત સાથે તે એવી પહેલી ગુજરાતી વ્યક્તિ બની કે જેને ગુજરાત સરકારે 50% રકમ ની મદદ કરી હોય .તેણી જણાવે છે કે આવી વ્યવસ્થા ગુજરાત માં છે કે ક્લ્લ્મ્બિંગ માટે મદદ માડી શકે પણ એ મદદ માડવી એટ્લે લોઢાં ના ચણા ચાવવા બરાબર છે . આવરેસ્ટ ના ચઢાણ પછી પણ તેઓ ભારત એવા ઘણા માઉન્ટ ક્લાઈમ્બિંગ કરી આવ્યા છે સાથે સાથે તેઓ 2018માં સાઉથ આફ્રિકાનું કીલીમાંજરો અને 2019માં રશિયાનો સૌથી ઉંચો માઉન્ટ એલ્બ્રોસ પણ ચઢી આવ્યા છે. તેનું ડ્રીમ સાત ખાંડોના બધા હાઈએસ્ટ માઉન્ટ સર કરવાનું છે.
આપણા માટે પર્વત એટ્લે કોઈ મંદિર નું ધામ એવું જ છે અગર પ્રકૃતિ ની નજર થી જોયે તો તે સાહસ અને રોમાંચ નું સ્થળ પણ છે જ . સુરભિ હાલ પોતાના આ શોખ ને જ પોતાનો ધ્યેય બનાવી દીધો છે તેઓ ખૂબ સારી જોબ અને કોમફર્ટ છોડી ને સ્વબચત થી હિમાચલ પ્રદેશ માં પોતાની એક કંપની ખોલી છે જે રોક ક્લીમ્બિંગ અને પેરાગ્લિડિંગ જેવી અક્ટિવિટી ત્યાં આવતા સહેલણિયો ને કરાવે છે , અને ખુદ પોતાનું પેરાગ્લિડીએટર પણ ધરાવે છે જેમાં તેઓ કલાકો સુધી સોલો ફ્લાઇંગ (એકલજ ઊડવાનું ) કરી લે છે.
તેને ચેર પર બેસી કોઈ પણ કંપનીમાં ઊંચા પગારની જોબ માડી શકે તેમ છે પણ તેને પર્વત ના શિખરે થી આ બધુજ ખૂબ નાનું લાગે છે , પ્રકૃતિ ના ખોડે બેસી પોતાના શોખ ને જીવે છે અને પોતેજ સેલ્ફ સ્પોન્સર થઈને આ તમામ ચઢાનો ચડ્યા છે.
જ્યારે તેમને પુછ્યું કે ખાલી તમે એક છોકરી હોવા નાતે આમાં કઈ તકલીફ પડી? તો કહે છે કે હ 22 વર્ષે તો પરણીજ જવું જોઈએ એવું વિચારતા સમાજ વચ્ચે જોબ ક્વિટ કરી માઉન્ટરિંગ કરવું એ ઘણા લોકો ને ગડે ના ઉતરતું પણ માતા પિતા ના સહકાર થી ક્યારેય હું અટકી જ નથી . લોકો ને રડી ને કે દલીલો થી નહીં કઈક કરીને જ જવાબ આપાવો જોઇયે. તેઓ આજની સ્ત્રીઓ માટે કહે છે કે જો એક રોડ ક્રોસ કરવા માટે પણ આપણને કોઈ ના સહારા ની જરૂર પડતી હોય તો પછી ગમે તેટલા પ્રેયત્નો છતા વુમન એમપોરમેંટ અધૂરું જ છે . એંમપોવર તો તેને કરવા પડે જે ના માં પાવર ન હોય. જ્યારે આપણે તો ખુદ જ પોવેર હાઉસ છીએ.
સુરભિ જેવા ઘણા જોહરો આપણા સમાજ માં હશે આશા રાખીએ કે રોક ક્લાઈમ્બિંગ જેવી સાહસિક પ્રવૃતિ ને સરકાર પ્રોત્સાહન આપે જેથી કરી દુનિયા ના કેટલાય શિખરો પર ઇન્ડિયાના સાહસિકો પોતાનું અને દેશ નું નામ છોડી ને આવે.
ઝંખના ભટ્ટ