સવજીભાઈ ધોળકિયાનાં દીકરાએ પોતાના જન્મદિવસ સાદગી રીતે ઉજવ્યો! ચાર ગામોની ગાયો માટે કર્યું આ કામ…
ગુજરાતમાં ધોળકિયા પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. જે રીતે અંબાણી પરિવારની હમેશા બોલબાલા રહે છે એવી જ રીતે ધોળકિયા પરિવારને લગતી કોઈપણ વાત માટે ધોળકિયા પરિવાર ચર્ચાનો વિષય બનતું રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ધોળકિયા પરિવારમાં લગ્ન નો મહાલ રચાયો હતો, ત્યારે આ પરિવારની લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું.
હાલમાં સવજીભાઈ ધોળકિયાના દીકરા દ્રવ્ય એ એવું સરહાનીય કાર્ય કર્યું છે, જેના લીધે સૌ કોઈ તેનાં વખાણ કરી રહ્યું છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં યુવાનો પોતાનો જન્મ દિવસ ખાસ રીતે ઉજવતા હોય છે અને ખાલી ખોટા ખર્ચા કરીને પૈસાનો દુરુપયોગ કરતા હોય છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની કારણ કે દ્રવ્ય એ પોતાના જન્મ દિવસ પર પાર્ટી કરવાને બદલે ખૂબ જ ઉમદા કામ કર્યું.
મરેલીના લાઠીના દુધાળા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલા સવજીભાઈ આજે ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. તેમનો દીકરો પણ તેમના પિતાની જેમ જ ગુણવાન છે. સવજીભાઈ ધોળકિયાના દીકરાનો જન્મ દિવસ હતો અને તે જન્મ દિવસની ઉજવણી આ વખતે કંઈક અનોખી રીતે કરવામાં આવી છે.તેમના દીકરાનું નામ દ્રવ્ય છે અને તેને તેના ૨૬ માં જન્મ દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે અને સેવાયજ્ઞ કરીને કરવાનું નક્કી કર્યું હતું.
વાત જાણે એમ છે કે, દ્રવ્યએ ૨૦૦ ફૂટ જગ્યામાં તેનું નામ અને ૨૬ નંબર ગાયોથી લખીને હરસુપૂર, દેવળીયા, લાઠી અને દુધાળાની બધી જ ગાયોને ભેગી કરીને ૨૬ અક્ષર બનાવીને ૭૩૫ જેટલી ગાયોને ચારો ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી.દ્રવ્યાએ ૨૬ દિવસ સુધી આ ગાયોને ચારો ખવડાવવાનો એક નિયમ લઈને તેના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ ગાયોને ૨૬ નો આંકડો અને દ્રવ્ય નામ પર ઘાસ નાખીને ગાયોને ખવડાવ્યું હતું અને તેના આકાશી દ્રશ્યો પણ લીધા હતા. તેની સાથે સાથે તેઓએ તેમના જન્મ દિવસની ઉજવણી ગાયોને ખવડાવીને ઘાસચારો હજુ ૨૬ દિવસ સુધી નાખવામાં આવશે. દ્રવ્ય દરેક યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યો છે. જન્મદિવસ પર કેક કાપવી કે હોટેલમાં પાર્ટી કરવા જવું એનાં કરતાંય આવા કાર્ય કરવા એ મોટી વાત છે.
