સવજીભાઈએ કહ્યું કે, મારી પત્નીની ઈચ્છા પ્રમાણે મેં એક પણ કામ નથી કર્યું. ઓછા ખર્ચે રહેવાની આદત શીખી
ગુજરાતનાં સૌથી ધનિક વ્યક્તિ એટલે સવજીભાઈ ધોળકિયા! વ્યક્તિ માત્ર પૈસાથી ધનવાન નથી ગણાતો પરતું તેના ગુણ અને કાર્ય થી ઓળખાય છે.હાલમાં જ તેમને સામાજિક કાર્ય બદલ પદ્મશ્રી એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સવજીભાઈના જીવન વિશે આપણે અત્યાર સુધી આપણે ઘણું જાણી લીધું પરતું ક્યારેહ તેમના અંગત જીવન વિશે નથી જાણ્યું. આજે અમે આપને તેમના જીવન સાથી એટલે કે, તેમના ધર્મપત્ની સાથે જોડાયેલ એક ખાસ વાત જાણીશું.
કહેવાય છે ને કે, જીવન સાથી જો સાચો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.પતિની પડછાય બનનિને સદાય તેણે સાથ આપનાર પત્ની પામનાર વ્યક્તિ નસીબદાર હોય છે. સવજીભાઈ પોતાના પત્ન વિશે જે કહ્યું એ ખરેખર નવયુગલો અને દંપતીઓ માટે પ્રેરણાદાયી છે. જીવન સાથી માત્ર ચહેરા થી સુંદર ન હોવો જોઈએ પણ અંતરાત્મા અને સ્વભાવ થી સુંદર હોવો જોઈએ.
સવજીભાઈએ પોતાના પત્ની વિશે સંબોધીને 18 થી 20 કલાક કામ કરતો હોઉં કે, એક મહિને ઘરે આવું તો પણ મારી પત્નીએ ‘ઘરે ક્યારે આવશો? મોડુ કેમ થયું ?, તમારી પાસે તો મારી માટે સમય જ નથી…! આવા સવાલો ક્યારેય પૂછ્યા નથી. જેના કારણે આજે હું સફ્ળ થયો છું. કામ કરવાની એક ઉંમર હોય છે અને એ ઉંમરે જ કામ કરી લેવું જોઈએ. જ્યારે જવાની હોય ત્યારે કામ કરી લઈએ તો પાછળની જિંદગીમાં પત્ની બાળકો, અને પરિવારને સમય આપી શકીએ. પરંતુ આજે મને એવું લાગે છે કે, મારી પત્નીની ઈચ્છા પ્રમાણે મેં એક પણ કામ નથી કર્યું.
તેમ છતાં મારી પત્નીએ મારી કોઈ પણ અપેક્ષા બાકી રાખી નથી. ક્યારેક અચાનક સુરતથી સૌરાષ્ટ્ર અને મુંબઈ જવાનું થતું હોય છે ત્યારે હું કહેતો કે, જવાનું છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર જ 15 મિનિટમાં તૈયાર થઈ જતી હતી. જ્યારે મારે જરૂર હોય ત્યારે એ સતત મારી સાથે ઉભી રહેતી. આજે પણ ખુબ જ ઓછા ખર્ચ સાથે મારી પત્ની રહે છે. મજાની વાત તો એ છે કે, ‘પત્નીના સગાઓના પ્રસંગે મારાથી હાજર રહી શકાયું નથી. સહનશક્તિને સલામ છે. મારી પત્ની સીવાય મને કોઈ બીજી સ્ત્રી મારી આ કમીને પુરી ન કરી શકે.’
ખરેખર જીવન ત્યારે જ આંનદમય વિતે છે, જ્યારે પતિ પત્ની એક બીજાને સમર્પિત રહે છે, ત્યાગ માત્રપત્નીઓ એ જ નહીં પણ પતિઓ એ આપવો જોઈએ. જીવનમાં સુખ દુઃખના સહિયારા બનીને, જો જીવન જીવવામાં આવે તો લગ્ન જીવન સુલજદાયી નીવડે છે. આજે સવજીભાઈ ધોળકિયા અને તેમના પત્નીનુ લગ્ન જીવન ખૂબ જ ઉત્તમ છે. તેમના પત્ની એ જીવનના દરેક પલમાં તેમના જોડે જ રહ્યા છે.