સવજીભાઈ ધોળકીયા અનોખી રીતે લાખો રુપીયાનુ દાન કર્યુ ! 31 લોકો ને વ્યસન છોડાવ્યુ અને પછી….. જાણો વિગતે….
ગુજરાતના મહાન દાનવીર ગણાતા સવજીભાઈ ધોળકિયા હમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના પરિવાર દ્વારા તેમને પ્રાઈવેટ જેટ આપવમાં આવું હતું કારણ કે, સમાજમાં સેવા કાર્ય કરવા બદલ તેમને કેન્દ્ર સરકાર દ્વારા શ્રી રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ખરેખર સવજીભાઈ એક એવા વ્યક્તિ છે, જેઓ આજે અબજોપતિ હોવા છતાં પણ પોતાની સાદગીથી ઓળખાય છે અને સમાજમાં સેવા કાર્ય કરતા રહે છે. હાલમાં ફરી એકવાર દાનકાર્ય અને સદ્દકાર્ય થકી સમાજમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, પદ્મ શ્રી સવજીભાઈ ધોળકીયા અનોખી રીતે લાખો રુપીયાનુ દાન કર્યુ ! 31 લોકો ને વ્યસન છોડાવ્યુ છે, તેમજ અનેક બીજા કાર્ય કર્યા છે. ચાલો વિગતવાત માહિતી જાણીએ કે, આખરે સવજીભાઈ શું કર્યું કાર્ય કર્યું છે કે, ચારે તરફ વાહ વાહ થઇ રહી છે. હાલમાં જ લેઉવા પટેલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સવજી ધોળકિયાએ કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સવજીભાઈ પોતાના સાદગી માટે જાણીતા છે. તેમને આ કાર્યક્ર્મ દાન તો વરસાવ્યું પણ સાથોસાથ સમાજના હિત અર્થેકહ્યું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય તેઓ હાથ ઉંચો કરે. આ સાંભળીને 200 લોકોએ હાથ ઉંચો કર્યો. પછી તેમણે કહ્યું કે, આમાંથી જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. સવજીભાઈની વાત સાંભળીને ત્યાં હાજર 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાનો સંકલ્પ લીધો જેથી સવજીભાઈએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા.
ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવામાં આવી રહ્યું છે અને આ કાર્યમાં દાન કરવા માટે સવજીભાઈ અનોખી રીત અપનાવી હતી જેથી એક સાથે બે પુણ્યના કાર્ય થયા. આમ પણ જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી સવજી ભાઈ કહેલું કે મને આ વિચાર આવ્યો હતો અને આમ તેમના આ વિચાર થકી 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ તો કર્યો અને સાથો સાથ મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો. ખરેખર સવજીભાઈની આ કામગીરી ખુબ જ સરહાનીય છે.
