જન્મ સમયે દિકરા ની બન્ને કીડની સંકોચાયેલી હોવાની પિતા એ પોતાની એક કીડની આપી દીકરા નો જીવ બચાવી લીધો
આજે ફાધર્સ ડે ના દિવસે જ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તરીકે ફરજ નિભાવતા એક પોલીસ અધિકારીએ પોતાના પિતાનો ધર્મ નિભાવ્યો છે, અને એક અનોખું ઉદાહરણ ઉભું કર્યું છે. થોડા સમય પહેલાં તેમના પત્નીનું અવસાન થઈ ગયું હતું અને ત્યારબાદ તેમના પુત્રની કિડની ફેલ થઈ ગઈ તેમાં તેમને એક પિતા તરીકે પોતાના પુત્રને કિડની જીવન દાનમાં આપી હતી. અને ત્યારબાદ પોતાના પુત્રને નવું જીવન આપ્યું હતું, આમ આ પિતાએ પોતાના સંઘર્ષમાં બે વખત દોડમાં પ્રથમ નંબર મેળવી ને પીએસઆઇ માં પ્રમોશન મળ્યું હતું, અને આમ થોડા સમય બાદ પોતાના પુત્રને નવજીવન આપવાનો સંઘર્ષ કર્યો હતો.
આજે ફાધર્સ ડે છે અને તેમાં પણ એક પિતાએ પોતાના દિકરાને કિડની આપી ને એક નવું જીવન દાન આપ્યું હતું. તેમને પોતાના ઘરને છાંયડો આપ્યો હતો, અને પોતાના ઘરમાં કોઈને કંઈ પણ તકલીફ ન થાય તેમ તેમને પોતાના બાળકને હસતા મોઢે પોતાની પવિત્ર ફરજ નિભાવી ને પોતાના બાળકને કિડનીનું દાન કર્યું હતું. તેઓ સુરેન્દ્રનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેમની એક પોલીસ તરીકે પણ ખૂબ જ સારી ફરજ નિભાવી અને એક પિતા તરીકે પણ તેઓ પાછા પડ્યા નથી. અને તેમનો દીકરો પણ પોલીસ વિભાગમાં પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો અને તે દરમિયાન જ તેને વધુ પડતું કામ કરવાથી તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી.
જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટીબી હોસ્પિટલમાં સારવાર લેતી વખતે જ તેમની બંને કિડની જન્મથી જ સંકોચાયેલી હતી તેવું તેમને જાણવા મળ્યું હતું. અને આમ 27/ 9 /2010 તેમના પતિનું પણ અવસાન થઈ જતા તેઓ ખુબજ એકલા થઈ ગયા હતા. અને પુત્ર બીમાર થઇ જતા જ તેમની દવા શરૂ કરાવી હતી. અને તેઓ પોતે ડીવાયએસપીના રાઇટર તરીકે ફરજ બજાવે છે, અને તેમને પોતાના પુત્ર માટે અને તેમના સારવાર માટે માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવી હતી.
જ્યારે તેમના પુત્રની કિડની કામ કરતી બંધ થઇ ગઇ છે તેની માહિતી મળતા જ તપાસમાં તેમને 27 ક્રિએટન આવ્યા, અને તંદુરસ્ત માણસની કિડની 1 થી 1:30 કામ કરે તો જ સારી કહેવાય. આમ 27 ક્રીએટન આવતા જ તે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયો હતો, અને સિમ્સના ડોક્ટર હોય તો રિપોર્ટ જોઈને જ ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે તેમની કિડની બદલવી પડશે. અને તેમના પિતાએ તેમની તપાસ શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યારે તેમના પિતાની કિડની પોતાના દીકરા સાથે મેચ થઈ જતા જ તેમના પિતાએ પોતાના દિકરાને કિડની આપીને નવું જીવન આપ્યું હતું.
આમ પોતાના પુત્રના પીએસઆઇ બનવાના સ્વપ્નને પૂરું કરવા માટે પિતાએ દોડધામ શરૂ કરી દીધી હતી, અને જ્યારે તેમને કિડની આપી ત્યારબાદ 2016માં મોડ 2 અને મોડ 3 ના પ્રમોશનની પરીક્ષા પણ આપી હતી. ડોક્ટરોએ તેમને ચોખ્ખી ના પાડી હતી પરંતુ તેમને એક જ કિડની હોવા છતાં પણ6 મિનિટ 45 સેકન્ડમાં 800 મીટર દોડ્યા હતા. અને ત્યારબાદ 4 મિનિટ ને 2 સેકન્ડમાં દોડીને પ્રથમ નંબર મેળવ્યો હતો.
ત્રણ મહિના પછી જ તેમને મોડ 3ની પણ પરીક્ષા આપી હતી અને 50 ના ગ્રુપમાં તેમને પ્રથમ આવીને પરીક્ષા આપી હતી અને પીએસઆઈ નું પ્રમોશન મેળવ્યું હતું. પોસ્ટિંગ લીધું હતું અને 2 વર્ષ નોકરી કરીને નિવૃત્તિનો લાભ લીધો હતો અને ડીએસપીના લીડર તરીકે ફરજ બજાવીને તેઓ 31/12/2020 ના રોજ તે રિટાયર્ડ થઇ ગયા હતા. અને અત્યારે પિતા અને પુત્ર બંને ખૂબ જ તંદુરસ્ત જીવન જીવે છે.