Health

ચેતી જજો! જો તમારા બાળકને મોબાઈલ જોતા જોતા ખાવાની ટેવ હોય તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે.

માતાપિતાના હાથે થી જે ભોજન ખાવા મળે છે, એમાં જે સ્વાદ છે એ તો આજનાં બાળકો ભૂલી ગયા છે. ત્યારે આજના સમયમાં યુવા પેઢી તો ઠીક, પણ નાનાં બાળકો પણ મોબાઈલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલાં જોવા મળે છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવવા જરૂરી છે, પણ તેના ગુલામ બની જવું નુકસાનકારક છે, ખાસ કરીને ઉગતાં બાળકો માટે. તો જાણીએ, કેવી રીતે બાળકોને ગેજેટ્સના એડિક્ટ બનતાં રોકી શકાય.  પેઢી તો ઠીક, પણ નાનાં બાળકો પણ મોબાઈલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલાં જોવા મળે છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવવા જરૂરી છે, પણ તેના ગુલામ બની જવું નુકસાનકારક છે, ખાસ કરીને ઉગતાં બાળકો માટે. તો જાણીએ, કેવી રીતે બાળકોને ગેજેટ્સના એડિક્ટ બનતાં રોકી શકાય. 

આજે બાળકો મુખ્યત્વે ફોનમાં જ વ્યસ્ત થઈ જાય છે.
બાળકને ભોજન કરાવવાને તેઓ જવાબદારી નહિ પરંતુ ડ્યુટી સમજી રહ્યા છે. પેરેન્ટ્સ બાળકને જમવાનું અને મોબાઈલ આપી બીજી એક્ટિવિટી કરવા લાગે છે. મોબાઈલમાં વીડિયો જોતા તેમના મનમાં ઉદભવતા કેટલાક સવાલોના જવાબ ન મળતા તેની ઉત્સુકતા તેની અસર બાળકના માનસિક વિકાસ એ પણ ભાન નથી હોતું કે પીરસાઈ શું રહ્યું છે પર થાય છે.

ટીવી જોવાથી આંખમાંથી પાણી નીકળે છે, દૃષ્ટિ નબળી પડે છે અને યજ્ઞેસની સમસ્યા રહે છે. મોબાઈલ જોવાના ચક્કરમાં બાળકો ક્યારેક વધારે ખાઈ લે છે.ભોજન કરતાં સમયે મોબાઈલના ઉપયોગથી તેમને ભોજનની ઓળખ જ નથી રહેતી.મોબાઈલમાં વ્યસ્ત હોવાને કરણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.મોબાઈલમાં વીડિયો જોવાને કરણે બાળકો ઓછાં એક્સપ્રેસિવ થઈ જાય છે. બાળકોને મોબાઈલની લત લાગી જાય છે તેનાં પર કન્ટ્રોલ કરી શકતો નથી.

તમારું રૂટિન ગમે તેટલું વ્યસ્ત કેમ ન હોય પરંતુ બાળકને જમવા માટે મોબાઇલના ભરોસે ન રહો. પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો. વાર્તા સંભળાવતા તેમને ભોજન કરાવો, જેથી તેમની જિજ્ઞાસા જળવાઈ રહે.ભોજનમાં રહેલી વસ્તુઓના નામ બાળકને જણાવો અને તે શા માટે જરૂરી છે એ પણ સમજાવો. દિવસમાં થોડે સમય બાળક સાથે પસાર કરો. આ દરમિયાન પેરેન્ટ્સ મોબાઇલથી દૂર રહેવું જોઈએ.બાળકને નવી વાતો શીખવાડવા માટે ગેટ્સને બદલે પુસ્તકની મદદ લો.

વીડિયો ગેમ, સ્માર્ટ ફોન, ટેબલેટ, આઈપેડ, સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ પર જરૂર કરતા વધારે નિર્ભર રહેતા હોવ તો તેને ટેક્નોલોજી અને ગેજેટ્સનું એડિક્શન કહેવાય. અને બને તેટલું જલ્દી આ એડિક્શનથી પીછો છોડાવી દેવો જ લાભકારક રહેશે. કારણકે જેટલી ઝડપથી આવા ગેજેટ્સ અને ટેકનોલોજી વિકસી રહ્યા છે તેનાથી બમણી ઝડપથી તેનું એડિક્શન વધી રહ્યું છે જે ‘ઘાતક’ સાબિત થઈ શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!