GujaratIndia

એક નવા પ્રયોગ સાથે ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ આમ ખાસ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો જાણીને વખાણ કરશો…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ કુદરત દ્વારા આપણ ને જે જીવન બક્ષવામા આવ્યું છે તે ઘણું જ અમૂલ્ય છે. ધરતી પર આવનાર દરેક વ્યક્તિ ની ફરજ હોઈ છે કે તેમણે પોતાના સારા કાર્યથી અન્ય ને મદદ કરવી કહેવાય છે કે આ ધરતી પર સૌથી વધુ પુણ્યનુ કામ માનવ સેવા છે. ઘણા લોકો એવા છે કેજે માનવ સેવા ને જ પ્રભુ સેવા માની ને પોતાનું સર્વસ્વ લોક સેવા માટે અર્પણ કરે છે.

આવું જ એક નામ સવજી ધોળકિયા નું પણ છે કે જેમને આપણે ડાયમંડ કિંગ તરીકે ઓળખીએ છીએ. સવજી ભાઈ પોતાની મહેનત અને આવડત ના કારણે પ્રાપ્ત કરેલ સફળતા ના કારણે તો જાણીતા છે જ પરંતુ સવજી ભાઈ ખાસ તો પોતાના સમાજ સેવા ના કારણે જાણીતા છે. તેઓ હંમેશા કંઈક ને કંઈક એવું કરતા રહે છે કે જેથી સમાજ અને પ્રજાને ફાયદો થાય.

આપણે સૌ જાણીએ છિએ કે સવજી ભાઈ ને તેમના આવાજ ઉમદા કાર્ય ને લઈને તાજેતર માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. જોકે હાલમાં ફરી એક વખત સવજી ધોળકિયા પોતાના સમાજ સેવાના કર્યો માં જોડાઈ ગયા છે જણાવી દઈએ કે હાલમાં જ સવજી ધોળકિયા એ પોતાનો 60 મોં જન્મ દિવસ ઉજવ્યો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે એક ખાસ અંદાજ માં જન્મ દિવસ ની ઉજવણી કરી. અને ફરી એક વાર ખેડૂત ને રાહ ચીંધી.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ દેશના કાશ્મીરમાંથી કલમ 370 દૂર થતાં રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા માં વધારો થયો છે. જોકે આ કલમ દૂર થતાં હવે કાશ્મીરના સફરજનની ખેતી ગુજરાતમાં પણ જોવા મળશે અને મેક ઈન ઇન્ડિયા દ્વારા દેશ ના અને ગુજરાત ના ઉદ્યોગપતિઓ પણ કાશ્મીરમાંથી ખરીદી અને ઉદ્યોગોમાં રસ ધરાવતા થયા છે.

આજ કડીમાં સવજી ભાઈએ તેમના જન્મદિવસ નિમિતે 6000 કાશ્મીરી સફરજનના રોપાનું વાવેતર કર્યું હતું આ વાવેતર લાઠીના દુધાળા નજીક સવજીભાઈના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું છે કે જ્યાં સફરજન ના છોડ્ ને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે ઉપરાંત ફાર્મ હાઉસ નજીકના તળાવમાંથી પાણી મળી રહે જેથી જમિનના તળમાં પણ પાણી પહોંચી રહે કેજે છોડ્ ને ફાયદો પહોચાડે છે.

જણાવી દઈએ કે સવજી ધોળકિયા દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ ગુજરાતમાં પ્રથમ વખત હશે કે જ્યાં આટલી મોટી સંખ્યામાં સફરજનના રોપા વાવવામાં આવ્યા હોઈ જો વાત આ સફરજન વિશે કરીએ તો જણાવી દઈએ કે સફરજની આ વિશેષ જાતને ખાસ કાશ્મીરથી મંગાવવામા આવી છે.

જેમા આ સફરજન ની જાત 42 ડિગ્રીના તાપમાનમાં પણ, વિકાસ પામસે. તેમ કહેવાય રહ્યું છે. અને શિયાળા તથા ઉનાળામાં જાતના સફરજનનો ટેસ્ટ સારોં જ જોવા મલશે કે ને સફરજન સ્વદે સારા અને શરીર માટે ફાયદાકારક હોવાનું હશે. કાશ્મીરથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા આ સ્પેશિયલ સફરજનની જાત ગુજરાતના વાતાવરણને અનુકૂળ હોવાનું જાણાવ્વમા આવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!