GujaratIndia

સુરતના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને પરિવારે સરપ્રાઇઝ આપી, ગીફ્ટ મા એવી વસ્તુ આપી કે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે જીવનમાં ભેટ ઘણું મહત્વ ધરાવે છે. જો કે હાલમાં લોકો દ્વારા ભેટ ના મૂલ્યને વધુ મહત્વ આપે છે. અને ભેટ આપનાર ના ભાવને ઓછું મહત્વ આપે છે. આ બાબત ખોટી છે. ભેટના મૂલ્ય ને બદલે તેને આપનાર વ્યક્તિના ભાવોની કદર કરવી જોઈએ. આપણે સૌ ભેટના મહત્વને જાણીએ છીએ કારણકે ભેટ આપણને આપણા કામના સન્માન ના બદલામાં આપવામાં આવે છે. ભેટ દરેક વ્યક્તિની કાબેલિયત માટે આપવામાં આવે છે. જેને લઈને સૌ કોઈ પોતાને મળતી ભેટને લઈને હંમેશા હરખમાં રહે છે.

આપણે અહીં એક એવી જ ભેટ વિશે વાત કરવાની છે. કે જેને આપવા વિશે કોઈ પણ વ્યક્તિ વિચારી પણ ન શકે. આપણે અહીં સુરત ના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ સરકાર દ્વારા પધ્મ એવોર્ડ જાહેર કરવામાં આવેલા છે. આ એવોર્ડ સરકાર દ્વારા અમુક ખાસ લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે કે જેમણે પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ આવડત મળેવી હોઈ. કે તેમણે દેશ કે દેશવાશીઓ માટે કંઈક સારું કામ કર્યું હોઈ.

હાલમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ પધ્મ એવોર્ડ માં સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા નું નામ પણ જાહેર થયું છે. જણાવી દઈએ કે સરકાર તરફથી પધ્મ પુરુસ્કાર મેળવવો કોઈ મામૂલી વાત નથી. આ એક ગર્વની બાબત છે, જેના કારણે હાલમાં આ પધ્મ એવોર્ડ માટે સવજીભાઈ ધોળકિયા નું નામ જાહેર થતા પરિવારમાં હરખનો માહોલ છે. આજ કારણે પરિવાર દ્વારા સવજીભાઈ ધોળકિયા ના સન્માન માટે અને તેમને મળનાર પધ્મ એવોર્ડ માટે તેમને એક ભેટ આપવામી આવી છે. આ કોઈ નાની ભેટ નથી. પરંતુ સવજીભાઈ ધોળકિયા ના પરિવાર દ્વારા તેમને એક હેલીકૉપટર ની ભેટ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે સવજીભાઈ ધોળકિયા ને સામાજિક સેવા માટે પધ્મ એવોર્ડ આપવામાં આવે છે. આ બાબત ને લઈને સવજીભાઈ ધોળકિયા ના ભાઈઓ ધનશ્યામ ભાઈ અને તુલસી ભાઈ તથા તેમના મોટા ભાઈ હિંમત ભાઈ અને તેમના પરિવાર દ્વારા સવજીભાઈ ધોળકિયા ને હેલીકૉપટર ની ભેટ આપવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે કામના પ્રમાણમાં સમયની ભારે અછત છે. તેવામાં સવજીભાઈ ધોળકિયા ને સમયની બચત થાય અને તેઓ વધુ ને વધુ લોકોની મદદ કરી શકે તેવા નેક ઇરાદે તેમના પરિવાર દ્વારા આ મૂલ્યવાન ભેટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!