સવજીભાઈ જે ધારે તે કરાવી બતાવે છે! જે વિસ્તારમાં ગાંડા બાવળ સિવાય કંઈ ન થાય ત્યાં કેસર કેરી ઉગાડીને પોતાના કર્મચારીઓને ખવડાવી! જુઓ વિડિયો….
સવજીભાઈ ધોળકિયા એટલે સુરત શહેરનું રત્ન. સવજીભાઈ ધોળકિયા નું જીવન એ આપણા સૌ કોઈ માટે પ્રેરણ દઈ રહ્યું છે. કારણ કે તેઓ જે સંકલ્પ કરે છે એ સંકલ્પને તેઓ સાકાર કરાવી બતાવે છે હાલમાં જ તેમને એક એવું કાર્ય કર્યું છે જે ખૂબ જ કઠિન હતું છતાં પણ તેમણે આત્મવિશ્વાસ અને સંઘર્ષ સાથે અને અથાગ પરિશ્રમ થકી સવજીભાઈ ધોળકિયાએ પોતાના સંકલ્પને પરિપૂર્ણ કર્યો છે.
વાત જાણે એમ છે કે, હરસુખપુર દેવલિયા દુધાળા ગાગડીયા નદીના કાંઠે શ્રી સવજીભાઈ ધોળકિયાએ ૨૫ હજાર કરતા વધારે આંબાનુ વાવેતર કર્યું છે. આ વર્ષે આંબામાં વધુ મિઠી કેસર કેરીનું મબલક ઉત્પાદન આવતા ખારાપાટામાં ગાંડા બાવળ સિવાય કશું જ થાય નહીં એની કહેવત ખોટી પાડી દેશના ખૂણે ખુણે ખારાપાટા કેસર કેરીનો સ્વાદ પહોંચ્યો હતો.
ખારાપાટાના ખેડૂતોમાં પણ એક નવી આશા જાગી છે કે ગાગડિયા નદી પર ધોળકિયા ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયા અનેરાજય સરકાર દ્વારા થઈ રહેલ જળ સંચયની કામગીરી ખારાપાટ વિસ્તારને ખેત ઉત્પાદન માટે
આશીર્વાદ સાબિત થઈ રહી છે.
સવજીભાઈ એ પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરતી વખતે લખ્યું છે કે, કહેવાય છે કે સપના સોનામાંથી બને છે, પણ ખારોપાટમાં એ સપના આંબામાં ફેરવાયા!
મારુ એક સપનુ હતું, સપનું ખારોપાટમાં ખેતીનું અને અડગ સંકલ્પથી તે સપનુ સાકાર થયું છે. આ આંબા આશાનું પ્રતીક છે. જે સાબિત કરે છે કે સૌથી કઠણ જમીન પણ શીત જળ થી બદલાય શકે છે અને અદ્ભુત પરિણામ આપી શકે છે. જો આપણે ખારોપાટની ઉજ્જડ જમીન પર કેરી ઉગાડી શકીએ છીએ, તો કલ્પના કરો કે આપણી ભારતની ફળદ્રુપ ધરતી શું કરી શકે છે! અમારી મહેનત અને નિષ્ઠાએ આશાને મધુર રાષ્ટ્રીય ફળમાં પરિવર્તિત કરી છે.
મેં જે પ્રથમ કેરીનું છોડ રોપ્યું તે આશાનું પ્રતિક હતું. આજે આ મીઠાં ફળો સ્વપ્નોના રૂપમાં ઊભા છે. સવજીભાઈએ તમામ કર્મચારીઓને કેસર કેરીઓ ખવડાવી હતી. ખરેખર સવજીભાઈ હમેશાં પોતાના કર્મચારીઓને પોતાના પરિવારના સભ્યોની જેમ જ માને છે એટલે જ તેમણે તમામ કર્મચારીઓને આ કેસર કેરીમાં સ્વાદની મજા આપેલી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
