Gujarat

બોલો હર હર મહાદેવ !! ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ ભવનાથના મેળામાં બોલાવી ડાયરાની રમઝટ, પરિવાર સાથેની આ ખાસ તસ્વીર આવી સામે…જુઓ

જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે, આ આધ્યાત્મિક મેળામાં સાધુ-સંતો તેમજ લોકસેવાભાવિ સંસ્થાઑ દ્વારા ભાવિ-ભક્તો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે તેમજ ભજન અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના લોકપ્રિય કીર્તીદાન ગઢવીએ પણ મહાશિવરાત્રિ મેળામાં શિવોત્સવનું આયોજન કરેલું છે, આયોજન થકી સતત ચાર દિવસ સુધી, ભાવિ ભક્તો માટે ભજન, ભોજન અને ભક્તિની સરવાણી વહે છે. ગયા વર્ષે કીર્તીદાન ગઢવીએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું અને આ વર્ષે પણ ખૂબ જ સુદંર આયોજન કરવામાં આવ્યું છે.

કીર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર શિવોત્સવની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે કીર્તીદાન ગઢવીએ ભજનની રમઝટ બોલાવી તેમજ આ લોક ડાયરામાં અનેક ખ્યાતનામ કલાકારોએ પણ શિવની ભક્તિમાં સૌને લિન કર્યા હતા.

આ તસવીરોમાં સૌથી ખાસ તસવીરો કોઈ હોય તો તે છે, કિર્તીદાન ગઢવી અને તેમનો પુત્ર રાગ. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, કિર્તીદાન ગઢવીએ પોતાના દીકરાને તેડીને તેના હસ્તે ગાયક કલાકારો પર પૈસાનો વરસાદ કરાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે. કિર્તીદાન ગઢવીનો નાનો દીકરો સોશિયલ મીડિયા પર ખુબ જ લાઇમ લાઈટમાં રહે છે, ખાસ કરીને તેની ક્યુટનેસ સૌ કોઈને પસંદ આવે છે. કિર્તીદાન ગઢવી એ પોતાના દીકરાનું નામ રાગ રાખ્યું છે. જેવું નામ એવા જ રાગમાં ગુણ છે, કિર્તીદાન ગઢવીની જેમ રાગ પણ અનેક પોતાના પીતાંની નકલ કરતો હોય તેવા વિડીયો સામે આવ્યા છે, હાલમાં મહાશિવરાત્રી મેળામાં બાપ દીકરાનો જે પ્રેમ જોવા મળ્યો તે સૌ કોઈના દિલને સ્પર્શ કરી ગયો છે.

ખરેખર આ તસવીરો જોઈને તમે પણ કિર્તીદાન ગઢવી અને તેમના દીકરા રાગના વખાણ કરશો કારણ કે, બાપ દીકરાની જુગલબંઘી ખરેખર મનમાં વસી જાય એવી છે, તેમજ સૌથી ખાસ વાત એ કે કિર્તીદાન ગઢવી એ પોતાના દીકરાઓમાં નાનપણથી જ ભક્તિ, ભજન અને સેવાના ગુણો સીંચી રહ્યા છે, કહેવાય છે ને કે બાળકોના બાળપણથી જ સંસ્કારોનું સિંચન જરૂરી છે,આ કાર્ય કિર્તીદાન ગઢવી કરી પણ રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!