Gujarat

ગુજરાતના આ ગામ મા સરપંચના પુત્રની કરપીણ હત્યા કરી દેવામા આવી ! યુવતી ને મોબાઇલ નંબર આપવા ની બાબતે બે પરીવાર.

ગુજરાત ના નાના એવા ગામ મા બે પરીવારો વચ્ચે સામાન્ય બાબત ના લઈને મોટી બબાલ થય છે. ગામના બે પરીવારો માથી એક પરીવાર સરપંચ નો જ્યારે અન્ય એક પરીવાર વચ્ચે ભારે ધમાલ મચતા બન્ને પક્ષો સામા સામે ચપ્પુ, ધારિયા જેવા હથિયારો થી એક બીજા પર હુમલો કરતા ગામ ના મહીલા સરપંચ ના યુવા પુત્ર ના જીવ ગયો હતો અને નાના એવા ગામ મા ચકચાર મચી જવા પામ્યો હતો.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર સાયલા તાલુકાના મદારગઢ ગામમાં આ ઘટના ઘટી હતી જેમા કુકડિયા અને કટોસણા સાખના 2 પરિવાર રહે છે. જેમાં કુકડિયા પરિવારના મહિલા સરપંચ હોદ્દા પર છે. ત્યારે પરિણીત મહીલા ને ફોન નંબર આપવા ના કોઈ મુદ્દા બાબતે બન્ને પરિવારો વચ્ચે બેઠક થય હતી આ બેઠક મા મામલો બીચકતા બન્ને પરીવારો એક બીજા સામે ધારિયા, લાકડી ચપ્પુ જેવા હથિયારો થી એક બીજા પર હુમલો કરી દીધો હતો.

આ ઘટના મા જયેશભાઇ પરશોતમભાઇ કુકડિયાને પકડીને પેટમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તેમના કૌંટુંબીકભાઇને પણ છરીને ઘા ઝીકી દેતા સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુકડિયા પરીવારે કરેલ હુમલા મા સામા પક્ષ કટોસણા પરિવારના સભ્યોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમા કુલ ચાર લોકો ને ઇજાઓ પહોચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા મા આવ્યા હતા.

જ્યારે ગામના મહીલા સરપંચ ના યુવા પુત્ર ની અંતિમ યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી જ્યારે આ ઘટના મા બન્ને પક્ષો એ એકબીજા સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ને આરોપીઓએ ની ધરપકડ કરી હતી જ્યારે નાની એવી વાત ને લઈ ને ગામ ના બન્ને પરિવારો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ઘટના મા વધુ મા જાણવા મળ્યુ હતુ કે મૃત્યુ પામનાર યુવાન ની કાકા ની દીકરી ના લગ્ન કરી દેવામા આવ્યા હતા અને દિકરી સાસરે હતી ત્યારે તેના પાકીટ માથી હરસુખ કોટોસણાનો ફોન નંબર મળી આવ્યો હતો જે વાત ને પતિ એ આ બાબત ને લઈ ને સાસરીયા મા વાત કરી હતી અને ત્યાર બાદ આ ઘટના બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!