ગુજરાતના આ ગામની શાળા મા બની શરમજનક ઘટના ! શિક્ષણાધિકારી દ્વારા ચાર શિક્ષીકાઓ ને સસ્પેન્ડ કરવા મા આવી… જાણો વિગતે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશીયલ મીડિયામાં દિવસેને દિવસે કંઈક અજબ-ગજબ ઘટનાઓ સામે આવે છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે જે, હિન્દૂ ધર્મ માટે ખૂબ જ શરમનક ઘટના છે અને શિક્ષકો માટે પણ શરમજનક વાત છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તાલુકાના હાથજ પે સેન્ટર પ્રાથમિક સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગરબાના આયોજનમાં બાળકોને ચાર શિક્ષિકાઓએ તાજીયાના જુલૂસ દરમિયાન વગાડાતી માતમની ધૂન પર ગરબા કરાવાયા હતા. આ જ શરમજનક અને હિન્દૂ લોકોની લાગણી દુભાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ હિન્દુ સમાજના અગ્રણીઓ અને અખિલ ભારતીય સંઘ સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના સહિતના લોકો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા. બાદમાં શિક્ષિકાઓ વિરુદ્ધ આવેદનપત્ર આપી પગલા ભરવાની માગ કરી હતી.
હાલમાં તો ચારેય શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, એ મુજબ આ ઘટનાની વિગતવાર માહિતી જાણીએ.નડિયાદ તાાલુકાના હાથજ પે સેન્ટર પ્રાથમિક સ્કૂલમાં ગરબાનું આયોજન થયુ હતુ. આ દરમિયાન કેટલાંક છોકરાઓએ એક જ કલરની ટી શર્ટ પહેરીને તાજીયાની માતમની ધૂન પર સ્ટેપ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તાજીયાના જૂલુસનું મ્યુઝિક પણ વગાડવામાં આવ્યું હતું.
સ્કૂલની 4 શિક્ષિકાઓએ અન્ય વિદ્યાર્થિનીઓને પણ માતમની ધૂન પર ગરબા રમવા ફરજ પાડી હતી. જે બાદ બાળાઓ પણ હેબતાઈ ગઈ હતી અને ગરબા રમવાનું બંધ કરી દીધું હતું.આ ઘટના બાદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આરપવામાં આવ્યું હતું અને ચારેય શિક્ષિકાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. જે બાદ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા હાથજ પે સેન્ટરની ચાર શિક્ષિકાોને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
ચારેય શિક્ષિકાઓને સસ્પેન્ડ કરાતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ જાગી હતી. જો કે, ચારેય શિક્ષકોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતા ગામના લોકોનો આક્રોશ પણ શાંત થઈ ગયો હતો. જો કે, એક શિક્ષકે એવો લૂલો બચાવ પણ કર્યો હતો કે નવરાત્રી બાદ તાજીયા હોવાથી તેની પ્રેક્ટિસનો વિડીયો ઉપર મોકલવાનો હોવાથી આ સ્ટેપ કરાવાયા હતા.