શ્રીમંત પરિવારનાં લોકો ખાનગી શાળા છોડીને આ સરકારી શાળમાં પોતાનું બાળકોનું એડમિશન કરાવે છે! જાણો શાળાની ખાસિયત…
દરેક માતા પિતા ઈચ્છતા હોય કે તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળે. આ માટે તેઓ અનેકગણો ખર્ચો પણ કરે છે પરંતુ આજના સમયમાં દરેક મતાપિતાના મનમાં એક વાત બેસી ગઈ છે કે, સારું શિક્ષણ માત્ર ખાનગી શાળામાં જ મળે છે. આ ખોટી માન્યતા છે, કારણ કે શ્રેષ્ઠ શિક્ષણની ભેટ સરકારી શાળમાં જ મળે છે. આજે અમે આપને એક એવી શાળા વિશે વાત કરીશું જ્યાં ભણાવવા માટે માતા પિતાઓ એડમિશન લેવા માટે રાહ જોતા હોય છે.
આ શાળાના એડમિશન એટલા આવે છે કે, ભાગ્યે જ કોઈ બાળકો નો વારો આવી શકે છે.આ શાળા વિશે જાણીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઉત્રાન સમિતિની શાળામાં છેલ્લા 3 વર્ષથી એડમિશન માટે લાઇનો લાગે છે. હાલમાં જ આ વર્ષે 1600 ની કેપેસિટી સામે 3500 અરજી આવી હતી. ખાનગી શાળા કરતાંય વધુ અહીંયા શાળામાં આધુનિક ટેકોનલોજીથી યુક્ત સુવિધાઓ છે. ર છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે.
એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ 1600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે. આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારું હોય વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે વધુ આગ્રહ રાખતા હોય છે. લલસમિતિની શાળાના ધો.1 માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે. આ ઉપરાંત સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે.
આ શાળમાં સ્માર્ટ બોર્ડ સહિતની તમામ સુવિધા અહીં બાળકોને આપવામાં આવે છે. ચોપડા, જમવાનું તેમજ અવરજવર માટે ખર્ચ પણ સ્કૂલ દ્વારા ચૂકવવામાં આવે છે.શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરતું રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. આ જ કારણે માતા પિતાઓ આ શાળામાં ભણાવવા માંગે છે.
