સ્કુલ બસ ના ડ્રાઈવર ને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો ! 20 બાળકો નો જીવ બચાવી અંતિમ સ્વાસ લીધા
હાલમાં જ એક એવી ઘટના ઘટી જેની તમે કલ્પના પણ ન કરી શકો. ખરેખર ક્યારેક ન થવાનું બની જતું હોય છે પણ કહેવાય છે ને કે, જો નસીબમાં મોત લખ્યું હશે તો એ ગમે તે સંજોગમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જાય છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,રાજસ્થાનના ભીલવાડામાં એક ખાનગી સ્કૂલ બસ ડ્રાઈવરને બસ ચલાવતાં સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે મોતે તેને બાથ ભીળી લીધી હતી છતાં પણ એવા સમયે તેણે બાળકોના જીવનું વિચાર્યું.
આવા સમયમાં એ બસ પર પોતાનો કાબુ ગુમાવી શક્યો હોત પરતું તેને બસની ગતિ ધીમે કરીને બાળકોને સુરક્ષિત સ્કૂલે પહોંચાડ્યા હતા. બાદમાં જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તે દરમિયાન રસ્તામાં જ દમ તોડ્યો હતો.આ ઘટનાથી સમગ્ર પંથકમાં સ્કૂલ બસ ડ્રાઈવરને લોકો સલામ કરી રહ્યા છે, પણ સાથે તેના નિધનથી દુઃખી પણ છે.
આ ઘટના ને લીધે સૌ કોઈ શોકમગ્ન બની ગયા છે કારણ કે જેને આટલા બધા લોકો જીવ બચાવ્યો છતાં પણ ઈશ્વર તેનો જીવ બચાવી ન શક્યા ખરેખર આ દુઃખની વાત છે. આ ઘટના વિશે વિસ્તુત જાણીએ તો ભીલવાડા જિલ્લામાં એક પ્રાઈવેટ સ્કૂલ બસ ડ્રાઈવરને બસ ચલાવતાં સમયે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, પણ આ દરમિયાન તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર બાળકોને સુરક્ષિત સ્કૂલે પહોંચાડ્યા હતા.
ભીલવાડા જિલ્લાના આમેસર ગામના રહેવાસી 40 વર્ષીય બસ ડ્રાઈવર મહેન્દ્ર સિંહ સ્કૂલની મિની બસ ચલાવતા હતા. આ દરમિયાન બસ ચલાવીને તેઓ 20 વિદ્યાર્થીઓને લઈને આસીંદ સ્કૂલ લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં સ્કૂલે પહોંચવાના અડધા કિમી પહેલાં નેગેડિયા રોડ પર એક ગેસ એજન્સીની પાસે અચાનક મહેન્દ્રની છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, પણ તેઓએ હિંમત હારી ન હતી. તેઓએ બસની સ્પીડ ઘટાડીને ધીમે-ધીમે શાળાએ બાળકોને સુરક્ષિત લઈને પહોંચ્યા હતા. અને આ રીતે તેઓએ 20 બાળકોનો જીવ બચાવ્યો હતો.