Viral video

નેતાએ નોકરીમાંથી કઢાવી દેવાની ધમકી આપી, SDMએ સામા જ ઘઘલાવી નાખ્યા જુવો વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજનાં સમયમાં સ્ત્રી એ પુરુષ કરતા પણ આગળ નીકળી ને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નારી જો ધારે તો પળભરમાં અશક્ય કાર્ય ને શક્ય બનાવી શકે છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે .જ્યારે નેતાએ નોકરીમાંથી કઢાવી દેવાની ધમકી આપી, SDM મહિલા ઓફિસરે એ સામા જ ઘઘલાવી નાખ્યા. આ ઘટના અંગે વધુ વિગતો અમે આપને જણાવીએ.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કઇ રીતે ઉજ્જૈનના બડનગરથી BJPના પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધબાઈ અને SDM નિધિ સિંહની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે.આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, બંગરેડ વિસ્તારના લોકોએ ઘરોમાં પાણી ઘૂસવાની ફરિયાદ SDMને કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, મદન નગરના રસ્તામાં અવરોધ મુકવાના કારણે પાણી ઘરોમાં આવી રહ્યું હતું.

જેથી પાણીના નિકાલના રસ્તામાં આવી રહેલી અડચણોને હટાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સમર્થકો સાથે પહોંચી ગયા. SDM જેસીબીની મદદથી પાણીના નિકાલ માટે રસ્તો બનાવડાવી રહ્યા હતા પણ રસ્તાની સાઈડ પર પૂર્વ ધારાસભ્યના એક સમર્થકનું ખેતર છે. તેમા પણ પાણી ભરાયેલું હતું. જેથી પૂર્વ ધારાસભ્ય ઈચ્છતા હતા કે, પહેલા SDM આ ખેતરમાંથી પાણી કાઢે. કામ ના અટકતા પૂર્વ ધારાસભ્ય SDMને નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકી આપી ત્યારે SDMએ પણ કહી દીધુ કે, જે થાય તે કરી લેજો, અહીંથી ચાલ્યા જાઓ.

ખાસ વાત એ છે કે, આ વીડિયોમાં પૂર્વ ધારાસભ્યના ધમકાવવા પર SDMએ કહ્યું- મર્યાદામાં રહીને વાત કરો… તું કોણ છે મને પૂછવાવાળો કે કેટલા દિવસ નોકરી કરીશ… હિંમત હોય તો હટાવીને જો… ચાલ કઢાવીને બતાવ… જતો રહે અહીંથી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નેતા સામે આંગળી ચીંધી ને વાત કરે છે અને અન્ય ઓફિસરો નેતાજીને પકડીને લઈ જાય છે.આ વીડિયો પરથી લોકો અનેક પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!