જેતપુર : બાઈક ચાલક ટેન્કર અડફેટે આવી જતા 50 ફુટ ઢસડાયો અને કમકમાટીભર્યુ મોત નીપજ્યું ! દર્દનાક વિડીઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવોમાં ઘણો વધારો થઇ રહ્યો છે ખોટી ઝડપ અને ગફલત ભરેલ ડ્રાઈવિંગ ના કારણે ઉપરાંત ટ્રાફિક નિયમો ના માનતા અનેક લોકોને જીવ ગુમાવવા પડ્યા છે આપણે જયારે પર ટેલીવિઝન કે ફોન જોઈએ ત્યારે અકસ્માત ને લાગતો એકાદ કિસ્સો તો જરૂર જોવા મળે છે. આવા અકસ્માત માં અનેક લોકો પોતાના સ્વજનો ને ખોઈ બેસે છે અને પરિવાર પર દુખના વાદળો છવાઈ જાય છે.
આપણે ઘણી વખત સોસ્યલ મીડયા પર અકસ્માત ને લાગતા બનાવો જોતા હોઈએ છીએ તે પૈકી અમુક અકસ્માત એટલા વિકરાળ અને ઘાતક હોઈ છે કે જેને જોઇને આપણે પણ ડરી જઈએ છીએ કે જ્યાં વાહન સવાર વ્યક્તિ ઘણી ખરાબ રીતે ઝખમી થાય છે અને મૃત્યુ પામે છે આવો મંજર કોઈ પણ ને વિચલિત કરી મુકે તેવો હોઈ છે. હાલમાં આપણે અહી આવાજ એક ભયાનક અકસ્માત વિશે વાત કરવાની છે કે જેનો વીડિઓ જોઇને તમે વિચલિત થઇ જાસો કે કઈ રીતે એક ગાડી સવાર વ્યક્તિ કરુણ અકસ્માત નો ભોગ બન્યો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત જેતપુર ના ધોરાજી રોડ પર નેશનલ હાઇવે પાસે આવેલ પેઢલા ચોકડી પાસે સર્જાયો હતો અહી એક સ્કુટર અને ટ્રક વચ્ચે વિકરાળ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા યુવક અંગે કરીએ તો તેનું નામ હિતેશ રાવજી ભાઈ મકવાણા છે કે જેઓ માત્ર ૨૮ વર્ષના જ હતા અને પેઢલા ગામના રહેવાસી હતા જયારે તેઓ હાઇવે પર ચોકડીથી આગળ વધી ને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા તેવામાં એક કાળમુખો ટ્રક કે જેનો નંબર જીજે ૧૨ બીવી ૯૪૮૯ છે તે ધોરાજી તરફથી આવતો હતો.
આ ટ્રક સાથે હિતેશ ની બાઈક ટકરાતા હિતેશ ટ્રક નીચે આવી ગયો જે બાદ ટ્રક ચાલકે બ્રેક મારતા યુવાક ૫૦ ફૂટ સુધી ઘસેડાનો જોકે અકસ્માત બાદ ટ્રક ચાલાક ઘટના સાથળે થી ફરાર થઈ ગયો ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને યુવકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
રાજકોટ: જેતપુર પેઢલા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત, સિમેન્ટ ભરેલી ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ pic.twitter.com/LEa3E3SFCI
— News18Gujarati (@News18Guj) April 4, 2022