Entertainment

મળો જુનાગઢ ના શાહરુખ ખાન ને ! શાહરૂખ ના હમશકલ ને જોઈ તમે પણ વિચારતા થય જશો કે અસલી કે નકલી

કહેવાય છે ને આ દુનિયામાં વ્યક્તિઓ એક સરખા દેખાતા સાત વ્યક્તિઓ જોવા મળી શકે છે. ત્યારે આજે અમે આપને વાત કરીશું ગુજરાતનાં શાહરુખ ખાનની જેઓ શાહરુખ ખાનના ડુપ્લિકેટ છે અને આજે તેઓ દર્શકોમાં પણ એટલા જ લોકપ્રિય છે. આ યુવક જૂનાગઢ શહેરોનો છે જેનું નામ ઈબ્રાહિમ કાદરી છે. ઓરિજિનલ SRK અને ઇબ્રાહિમ બંને જોશો ત્યારે સાચો શાહરુખ કયો છે તે ઓળખી નહીં શકો. શાહરુખ જેવો દેખાવા માટે મહિને 25 હજાર રૂપિયાનો ખર્ચે કરે છે.

ઈબ્રાહિમ કાદરી મૂળ આર્ટિસ્ટ છે. તે એડવર્ટાઈઝિંગ તથા પેઈન્ટિંગ્સ બનાવે છે. ઈબ્રાહિમ કાદરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું, ‘જ્યારે શાહરુખ ખાનની ‘દીવાના’ રિલીઝ થઈ ત્યારે મારા પરિવાર તથા મિત્રો મને શાહરુખ ખાન કહેતા હતા. શાહરુખ ખાનની ‘ડર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ જોઈને મને આસપાસના લોકો શાહરુખ કહીને બોલાવવા લાગ્યા હતા.
‘2017માં શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ આવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન દાઢી તથા મૂછમાં જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થઈ, તેના થોડાં સમય પહેલાં જ મેં પણ આ જ રીતે દાઢી તથા મૂછ રાખી હતી.

શરૂઆતમાં એક્ટિંગ કે ડાન્સ કંઈ જ આવડતું નહોતું. આ સાથે જ શાહરુખ ખાનની જેમ ડાન્સ, સ્ટાઈલ તથા બોલવાની પ્રેક્ટિસ ઘરમાં જ શરૂ કરી દીધી હતી. મેં યુ ટ્યૂબ ચેનલ પર આ બધું જોઈ જોઈને શીખવાનો પ્રયાસ કર્યો હતો.વર્ષ 2017માં IPLની કોલકાતા નાઈટ રાઈડર્સ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની એક મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. સેટેડિયમમાંજેવી એન્ટ્રી પડી તો લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ મને શાહરુખ સમજી લીધો અને પછી તેમણે શાહરુખના નામની બૂમો અને ચિચિયારીઓ પાડવાની શરૂ કરી હતી.

મારી આસપાસ લોકોની ભીડ જમા થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સામેના સ્ટેન્ડ પર જ રિયલ શાહરુખ જોતા હતા અને જ્યાતે તેમણે લોકલ પોલીસને કહ્યું કે હું સામાન્ય વ્યક્તિ છું અને લોકો મને શાહરુખ ખાન સમજી રહ્યા છે. તો પોલીસ પણ ફોન કાઢીને મારી સાથે સેલ્ફી લેવા લાગી હતી. આ જોઈને મનમાં થયું કે હવે મરી જ ગયા. પછી અમે મેચ જોયા વગર જ ત્યાંથી નીકળી ગગયેલ.રાજકોટ જ નહીં, પરંતુ મુંબઈમાં પણ લોકો ઈબ્રાહિમ કાદરીને શાહરુખ સમજીને સેલ્ફી લેવા દોડે છે.

ઈબ્રાહિમ કાદરી ગુજરાતમાં જો કોઈ વેડિંગ, બર્થડે પાર્ટી કે ઓપનિંગ હોય તો 35-40 હજાર રૂપિયા અને ગુજરાત બહાર 90 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. કોરોનાને કારણે ઈબ્રાહિમ કાદરીને 10થી 12 લાખનું નુકસાન થયું છે. કોરોનાને કારણે હવે વીડિયો ક્લિપ્સ બનાવીને વેડિંગ, બર્થડે પાર્ટીમાં મોકલે છે. આ વીડિયો ક્લિપ્સનો ચાર્જ 15થી 20 હજાર રૂપિયા હોય છે.ખરેખર ભગવાને આપેલ આ ભેટ નાં લીધે આજે ઇબ્રાહિમ પણ શાહરુખ ખાન જેવું જ જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!