આ 22 વર્ષ ના પાટીદાર યુવાને એવી કમાલ કરી કે અંબાણી, અદાણી સાથે સરખામણી થવા લાગી
જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવીવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ખરેખર આ વાત ખૂબ જ સરાહનીય છે, માટે 22 વર્ષ ના પાટીદાર યુવાને એવી કમાલ કરી કે અંબાણી, અદાણી સાથે સરખામણી થવા લાગી છે. આ વાત કોઈ સામાન્ય ન કહેવાય કારણ કે, જીવનમાં એવા અનેક લોકો હોય છે, જે આપમેળે પોતાની નામના કરે છે.
આજે આપણે શાશ્વત વિશે જાણીશું. આ પાટીદાર યુવક ખુબ નાની ઉંમરે પોતાનું નામ બનાવ્યું છે.આપણે જાણીએ છે કે, આજના સમયના 25 થી 26 યુવાનો ધંધામાં સેટ થાય છે. જ્યારે આ યુવાન ખૂબ નાની ઉંમરે સફળતા મેળવી છે.શાશ્વત નાકરાણી ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. તેને IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 દ્વારા બહાર લાવવામાં આવ્યું છે અને જેમાં ભારતનાં સૌથી ધનિકો યાદીમાં છે. માત્ર 4 વર્ષમાં તેને સફળતા મેળવી.19 ઉંમરમાં‘ફોન પે’ કંપનીની સ્થાપના કરી હતી.
એ સમયે તે IIT દિલ્હીમાં છેલ્લા વર્ષનું ભણી રહ્યા હતા. તેણે 2015માં IITમાં એડમિશન લીધું હતું અને ત્યારે તે ટેક્સ્ટાઇલનું ભણવાનું ભણી રહ્યા હતા. 3 વર્ષ પછી તેને આ ડ્રોપઆઉટ કર્યું હતું. તમને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના મલિક બિલ ગેટ્સ એ બંને પણ કોલેજ ડ્રોપઆઉટ જ છે.શાશ્વત ભાવનગરથી છે. વર્ષ 2015માં તેણે IIT દિલ્હી જોઈન કર્યું હતું. તેણે ટેક્સટાઈલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
તેણે ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ગેપની ઓળખ કરીને એક એવું પેમેન્ટ ગેટ વે બનાવવાનું નક્કી કર્યું, કે જેને વેપારીઓ પણ એક્સેસ કરી શકે અને તેમનું માર્જિન પણ ઘટે નહીં. જે બાદ તેણે તેના ઉકેલ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું, કે જે યુપીઆઈના ઈન્ટરઓપરેબિલિટી ફીચરનો ફાયદો ઉઠાવીને વેપારીઓની મદદ કરી શકે. તેવામાં નાકરાણીએ એક યુનિક સોલ્યુશન લાવ્યો હતો, જેની મદદથી વેપારીઓને અલગ-અલગ પેમેન્ટ એપ્સ માટે અલગ-અલગ ક્યુઆર કોડની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ.
ભારત પે એકમાત્ર ક્યૂઆર કોડ છે જે 150 પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ, ગૂગલ પે, ફોનપે સહિત 150 યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન્સ દ્વારા સ્વીકારવામાં આવે છે. આ દ્વારા પૈસા પ્રાપ્ત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે શાશ્વત નાકરાણી પોતાના દમ પર આ તબક્કે પહોંચ્યો અને નાની વયે તે ભારતમાં ફિનટેક સ્પેસના સૌથી યુવા સહ-સ્થાપક હતા.
