શિવજી વિશે એલફેલ બોલનાર સ્વામીના વીડિયો વિશે ઇન્દ્રભારતી બાપુએ આપ્યું ચોંકાવનારું નિવદેન! કહ્યું કે, માંફી નહીં પણ….
સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અનેક વખત હિન્દૂ-દેવી દેવતાઓ વિરુદ્ધ અપશબ્દ બોલવાની ઘટના આવી છે.હાલમાં જ સોશિયલ મીડિયામાં સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકા આપેલ પ્રવચનનો શિવજી વિશે એલફેલ બોલ્યા હતા જેથી શિવભક્તોની લાગણી દુભાઇ છે. આ ઘટના બાદ તાત્કાલિક જ શિવ ભક્તોની માંફી માંગી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ વિકરાળ રૂપ લઈ છે.
હાલમાં જ આ ઘટનાને લઈને હવે ખૂબ જ વિકરાળ વિવાદ થયો છે અને રાજ્યભરમાં જુદા જુદા સંપ્રદાયના સંતોએ આ બાબતને વખોડી કાઢી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગિરનાર મંડળના પ્રમુખ અને પંચ દશનામ જૂના અખાડાના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના સાધુનો જે વીડિયો ફરતો થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ગોસ્વામી સમાજ, બ્રહ્મસમાજ અને દરેક હિંદુ સમાજની લાગણીને દુભાવી છે તે બદલ અમે તેને વખોડીએ છીએ. રાજપૂત કરણી સેનાએ આનંદસાગર માફી નહીં માગે તો ટિંગાટોળી કરવાની ફરજ પડશે તેમ કહ્યું હતું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વિડીઓ મા સ્વામી એવુ કહેવા નજરે ચડે છે કે ” આત્મીય વિદ્યાધામની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે. કચ્છનો છે. જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એને ગુરૃહરી પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યા છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે. એમા ગયા મહિને થોડા દિવસ પહેલા જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ. આત્મીય વિદ્યા ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા.
બીજી કોઇ આજ્ઞા હતી નહી એટલે નિશિથ ભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઉભા હતા. તેમણે આગળ જણાવ્યુ કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.