ખજુરભાઈ અને મિનાક્ષીએ જાતે શિવલીંગ બનાવી અનોખી રીતે મહાદેવની પુજા કરી ! જુઓ વિડીઓ
ભારત ભરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી કરવામાં આવી હતી અને સૌ ભાવિ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતા. મહાશિવરાત્રીના દિવસને લઈને હાલમાં જ સોશિયલ મીડિયા અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ખજૂરભાઈ અને તેમના થનાર પત્ની મીનાક્ષી દવેનો શિવપૂજાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચય થશે કે ખજૂરભાઈ અને મીનાક્ષી દવેએ અનોખી રીતે શિવજીની પૂજા અર્ચના કરી હતી.
જ્યારથી મીનાક્ષીએ ખજૂરભાઈ સાથે સગાઈ કરી છે, ત્યારથી તેઓ લાઇમ લાઇટમાં રહે છે અને ખજૂરભાઈની જેમ તેમના પણ ઇન્સ્ટાગ્રામમાં ચાહકો થઈ ગયા છે અને તેમના ચાહકો માટે મીનાક્ષી દવે દરેક યાદગાર પળો અને પ્રસંગોના ફોટોસ અપલોડ કરે છે. ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે મીનાક્ષીએ માટીમાંથી જ ખૂબ જ સુંદર શિવલિંગ બનાવી હતી.
શિવલીંગ બનાવ્યા બાદ મીનાક્ષી અને ખજૂરભાઈએ સજોડે શિવજીની પૂજા-અર્ચના કરી હતી. ખરેખર શિવની પ્રેમભક્તિનો આ વીડિયો ચાહકોને પણ ખૂબ જ ગમ્યો છે. તમે પણ વીડિયોમાં જોઈ શકશો કે મીનાક્ષી અને ખજૂરભાઈનું બોડિંગ ખૂબ જ સારું છે અને તેઓ બંન્નેની જોડી પણ ખૂબ જ સુંદર લાગે છે.
હવે સૌ કોઈ ચાહકો એ દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે, ખજૂરભાઈ અને મીનાક્ષી દવે લગ્નનાં બંધને ક્યારેય બંધાઈ છે? ખરેખર ખજૂરભાઈની લોકપ્રિયતાના લીધે આજે તેઓ ગુજરાત ભરમાં સૌ કોઈને હીરો થઇ ગયા છે અને તેમની લોક ચાહનાલીધે મીનાક્ષી દવેના followers વધી રહ્યા છે.
View this post on Instagram