આ ગામનાં શિવ મંદિરમાં ગાયની આંચળમાંથી વહી રહી છે આપમેળે દુધધાર! દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી..
આપણા ભારત દેશમાં અનેક પ્રકારની ચમત્કારી અને અલૌકિક ઘટનાઓ બનતી હોય છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે એક અત્યંત રસપ્રદ ઘટના ઘટી છે. આ ઘટના એવી છે કે, જેના પર વિશ્વાસ પણ ન આવી શકે પરંતુ આ ઘટના સત્ય છે. વાત જાણે એમ છે કે, પૌરાણિક શિવ મંદિર બહાર એક ગાય આપમેળે દૂધની ધારા વહાવી રહી છે. આ ગાયને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
અમે આપને જણાવીએ કે આ ઘટના ક્યાં ગામની છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નખત્રાણા તાલુકાના ભડલી ગામે મંદિર સન્મુખ દરરોજ આપમેળે ગાય દૂધની ધારા વહાવી રહી છે.ગાયના દૂધને પાત્રમાં ઝીલી મંદિરમાં શિવલિંગ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભીડભંજન શિવ મંદિર ખાતે આ ઘટના એ કુતુહુલ સર્જ્યું છે..આ વિશે ભડલી ગામના આગેવાન જાયેંદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
આ વખતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગાય કોઇજ દોરીસંચાર વિના સીધી શિવ મંદિર સંકુલમાં આવી મંદિર સન્મુખ ઉભી રહી જાય છે અને આપમેળે દૂધની ધારા વહાવે છે.આ ઘટના પ્રતિદિન ચાલુ રહેતા હવે મંદિરના પૂજારી ગાયના આંચળ નીચે પાત્ર રાખી દૂધને ભરી લે છે અને બાદમાં મંદિર અંદર શિવલિંગ પર અભિષેક કરે છે.મંદિરમાં આ ગાયના દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી સૌ ભાવિ ભક્તો આ ગાયના દર્શન કરી શકે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.