Gujarat

માતાનુ મૃત્યુ અને પિતા જેલ મા ! જાણો હવે શિવાંશ ને કોણ સંભાળશે

સ્મિત કેશન પ્રકરણનો જે અંત આવ્યો તે  સૌથી ઘાતક હતો. એક ઝઘડાએ ખૂબ જ ખતરનાક રૂપ ધારણ કર્યું જેમાં એક જિંદગી નહીં પરંતુ ચાર ચાર જીવન દાવ પર મુકાઇ ગયા જેમાં એક તો હિના બીજી સચિન ની પહેલી પત્ની અનુરાધા અને ત્રીજો શિવાશ અને આખરે રહ્યો સચિન.આ ઘટના થી સૌથી વધારે ભોગવવું તો શિવાશ ને પડશે કારણ કે તેતો નોંધારો થઈ ગયો છે.આ  બાળક મળ્યો ત્યાર થી સૌ કોઈ દત્તક લેવાનું વિચારેલું હતું.

હવે જ્યારે તેનો પિતા જેલમાં છે, ત્યારે પ્રશ્ન થાય કે હવે આ બાળકને કોણ સાચવશે? જ્યાં સુધી બાળકના વાલીની જાણ નોહતી થઈ ત્યાં સુધી કોર્પોરેટર મહિલા એ સાર સંભાળ રાખી હતી. હવે તો આ બાળક ને જો દીક્ષિત પરિવાર સાચવે તો કંઈક નિવારણ આવી શકે નહીં નહિવત આ બાળક ની કસ્ટડી અનન્ય ને સોંપી શકે છે.અમે આપને જણાવીએ કે આ બાળક કોને આપવામાં આવશે.

ગાંધીનગરના વકીલ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અશ્વિન ત્રિવેદીના જણાવ્યું મુજબ, શિવમની કસ્ટડી સમાજ કલ્યાણ વિભાગ સંભાળી શકે છે. જો સચિનના માતા-પિતા દીકરાને રાખવા માગતા હોય તો ઈન્ડિય ગાર્ડિયન એક્ટ મુજબ જિલ્લા કોર્ટમાં અરજી કરી કાયદેસરના પાલક વાલી બની શકે છે. પરંતુ, ત્યાં સુધી બાળકની કસ્ટડી સરકારી રહે છે.

નિયમ મુજબ આજે મોડી સાંજે શિવાંશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદના ઓઢવના શિશૃગૃહમાં ખસેડવામાઆવ્યો હતો. ગાંધીનગર સિવિલમાં ત્રણ દિવસથી શિવાંશની સંભાળ રાખી રહેલા મહિલા કોર્પોરેટર દિપ્તીબહેન પટેલ ભારે હૈયે શિવાંશને ઓઢવ શિશૃગૃહમાં મુકવા ગયા હતા.

ગાંધીનગરમાં શિવાંશ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ તેની કસ્ટડી મેળવવા માટે 190થી વધુ લોકોએ પોલીસનો સંપર્ક મળ્યો હતો. પરંતુ, કાયદાકીય રીતે આ લોકોને હાલ કબજો મળી શકે નહીં. જો દીક્ષિત પરિવાર કબજો લેવાની ના પાડે તો અન્ય વ્યકિતએ બાળકનો કબજો લેવા માટે સેકશન 9,10 મુજબ કોર્ટમાંથી ઓર્ડર લેવો પડે. જે કાર્યવાહીમાં 6 મહિના જેટલો સમય લાગી જતો હોય છે.

માનવતા અને બાળક પ્રત્યનો વ્હાલ કેટલો કે, જ્યારે આજે શિવાંશને આજે 10 મહિના પૂર્ણ થયા છે. અને આ વાતની જાણ સામાન્ય લોકોને થતા ક્રિપાલસિંહ રાણા નામના એક વ્યકિત શિવાંશની તસવીર સાથેનો કેક લઈ સિવિલ પર પહોંચ્યા હતા. અહીં કેક કટિંગ કરી ઉજવણી કરી હતી.ખરેખર આ બાળક પળ ભરમાં ભલે પોતાની મા ગુમાવી હોય પરંતુ યશોદા રૂપે કોર્પોરેટર દીપ્તિ બેન તો મળ્યા પણ અનેક ગુજરાતની મહિલાઓના હૃદયમાં માતુત્વ જગાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!