Gujarat

ગોવાનો આનંદ માણો ગુજરાતનાં શિવરાજ બીચમાં! આટલા રૂપિયા ખર્ચીને બોટિંગ-સ્કૂબા ડાઇવિંગ અને અન્ય સુવિધા જેવીક….

ઉનાળાનું વેકશન શરૂ થઈ ગયુ છે, ત્યારે પરિવાર સાથે ગુજરાતનું મીની ગોવા સમાન શિવરાજપુર બીચની જરૂર મુલાકાત લો.  ગુજરાતમાં બ્લુ બીચનું બિરુદ મેળવનાર આ દરિયા કિનારો અતિ સુંદર અને રમણીય છે. બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી ક્લિન બીચ માનવામાં આવે છે અને શિવરાજપુર બીચને આ બ્લૂ ફ્લેગ બીચનો ટેગ મળ્યો છે. આ સ્થાને તમેં અનેક રોમાંચક સફરનો આંનદ માણી શકો છો.

શિવરાજ પુર બીચ. જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે. ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરીને  20 મિનિટમાં અહીંયા પહોંચી શકો છો.આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે.  અહીં દૂર દેશથી  આવતા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત એડવેન્ચર શોખીનો પણ શિવરાજપુર બીચ પર જતા હોય છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીંયા ખાસ  સુવિધાઓ વિકસાવામાં આવી છે. એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના કારણે ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે.અહિયાની સુવિધાની વાત કરીએ તો, પીવાનું પાણી , ફર્સ્ટ એડ સ્ટેશન, ચેન્જિંગ રૂમ, ચિલ્ડ્રન પાર્ક ,ફિટનેસ સેન્ટર  જેવી સુવિધા આવેલ છે.

આ બિચ પર તમે સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગબોટિંગ ,આઈસલેન્ડ ટૂર ,સી બાથ ,સન સેટ નો આનંદ માણી શકો છો.

અને  આ બીચ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઓપન રહે છે. અહીંયાએન્ટ્રી ફી 30 રૂપિયા છે.

જ્યારે સ્કુબા ડાઈવિંગ – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ, સ્નોર્કલિંગ – 700 રૂપિયા પ્રતિ વ્યક્તિ, બોટિંગ – 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ ,આઈસલેન્ડ ટૂર – 2300 રૂપિયા પ્રતિ વ્યક્તિ* દર્શાવેલ ટિકિતમાં મહદઅંશે ફેરફર હોય શકે.

શિવરાજપુર બીચની આસપાસ પણ ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમકે દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લીંગ, રુકમણીદેવીનું મંદિર, સનસેટ પોઈન્ટનો આંનદ માણી શકો છો તો પછી રાહ કોની જુઓ છો પરિવાર સાથે શિવરાજપુર બીચની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!