Gujarat

શ્રાવણ મહીના પહેલા થયો ચમત્કાર ! આ જગ્યા પરથી મળી આવ્યુ 30 કીલો ચાંદી નુ શિવલિંગ…જાણો વિગતે…

શ્રાવણ માસ એટલે શિવ આરાધનાનું પર્વ. હાલમાં જ શ્રાવણ માસની શરૂઆત થવાની છે, ત્યારે હાલમાં જ મઉના દોહરીઘાટ સ્થિત સરયૂ નદીમાંથી 30 કિલો કરતા વધુ વજનની ચાંદીની શિવલિંગ મળી આવી. ત્યારે ખરેખર આ અદભુત ચમત્કાર કહેવાય. આ શિવલિંગ વિશે જાણ થતાં જ તાત્કાલિક તમામ લોકો શિવલીંગના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, રામમિલન નામનો વ્યક્તિ માતેશ્વરી ઘાટ નજીક સ્નાન કરવા માટે સરયૂ નદી પર ગયો હતો એ દરમિયાન જ નદીમાં તેને ઠોસ પદાર્થ નજરે પડ્યો. બાલૂમાં તેણે ખોદકામ કર્યું તો તેને કંઈક ગોળાકાર વસ્તુ દેખાતા ભયભીત થયેલ જેથી અન્ય લોકોને બોલાવતા લોકોએ ખોદકામ કર્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે, જમીનમાંથી દોઢ ફૂટ લાંબી અને એક ફૂટ પહોળી ચાંદીની શિવલિંગ મળી આવતા સૌ પ્રસન્ન થઈ ગયેલા અને દર્શન કરવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. નિષાદની 14 વર્ષીય પુત્રી પૂનમ નિષાદ નદીના કિનારા આવી અને શિવલિંગની પૂજા કરી અને ત્યારબાદ રામ બાબા મંદિરની બાજુમાં શિવ મંદિરમાં રાખવામાં આવી.

જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો તાત્કાલિક શિવલીંગની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ એ ચાંદીની શિવલિંગ જોવા અને દર્શન કરવા ઉમટી રહી છે. લોકો આ શિવલિંગને મહાદેવનો ચમત્કાર ગણાવી રહ્યા છે કારણ કે શ્રાવણમાસ નજીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!