Gujarat

દાહોદમાં ખોદકામ દરમિયાન પ્રાચીન પ્રતિમા નીકળતાં લોકટોળાં ઉમટ્યાં, શ્રીકૃષ્ણ અથવા બલરામજી…

જમીનમાંથી અનેક વખત ખોદકામ કરતી વખતે ક્યારેક અમૂલ્ય કિંમતીવસ્તુઓ મળે છે. હાલમાં જ આવી એક ઘટના બની છે, દાહોદમાં ખોદકામ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પ્રગટ થયેલ. આ ઘટના વિશે વધુ જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,એમ.જી.રોડ ખાતે પાઈપલાઈનના ખોદકામ દરમિયાન ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવી.

આ પ્રતિમાઓ કેટલી જુની છે તે પુરાતત્વ વિભાગની તપાસમાં બહાર આવશે. જો કે આ પ્રતિમા શ્રીકૃષ્ણ અથવા બલરામજીનીની હોવાના ભિન્ન મત પ્રવર્તી રહ્યા છે. ઉપરાંત આ પ્રતિમા સાથે અનેય શિલ્પ પણ મળી આવ્યાં છે. સ્માર્ટ સીટી અંતર્ગત ખોદકામ ચાલી રહ્યું છે. તેવી જ રીતે ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ શહેરના એમ.જી. રોડ નજીક પાઈપલાઈનનુ ખોદકામનું કામ ચાલતું હતું, તે દરમ્યાન એકાએક જમીનમાંથી ભગવાનની પ્રાચીન પ્રતિમા મળી આવતાં મજુરો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. જો કે મૂર્તિ ખંડીત હાલતમાં હતી.

જમીનમાંથી નીકળેલી ભગવાનની પ્રાચીન પ્રતિમા હજાર વર્ષ જુની હોવાનો જાણકારોનો મત છે. આ મૂર્તિને જોવા માટે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં. આ પ્રતિમા ભગવાન શ્રી કૃષ્ણની હોવાનો કેટલાંકનો મત છે, તો કેટલાંકના મતે આ બલરામજીની પ્રતિમા છે. આ પ્રતિમા સાથે બીજા શિલ્પ પણ મળી આવ્યા છે. ખરેખર આ ઘટનાની જાણ થતાં જ સૌ કોઈ ભાવિભક્તો આ મૂર્તિનાં દર્શન કરવા માટે ટોળા ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!