ઘરે બેઠાં જ નિહાળી લો કેવું બની રહ્યું છે અયોધ્યાનું મંદિર! જે જગ્યાએ રામજી બિરાજમાન થશે તેની તસવીરો આવી સામે…જુઓ તસવીરો.

રાજ તિલક કી કરો તૈયારી ! અયોઘ્યાપતિ શ્રી રામ બિરજામાન થવા જઈ રહ્યા છે. આપણે જાણીએ છે કે, દરેક હિન્દુઓનું એક સ્વપ્ન હતું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થાય અને આ સ્વપન આખરે પૂર્ણ થયું છે. જે જગ્યાએ રામ ભગવાનનો જન્મ થયો ત્યાં જ શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. આ મંદિર થોડા જ સમયમા ખુલ્લું મુકાઈ શકે છે.

હાલમાં સોશિયલ મીડિયામાં આ મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે. ઘર બેઠા જ આ દિવ્ય મંદિરના દર્શનનો લાભ લઇ લો.પહેલીવાર તસવીરો સામે આવી છે. હાલમાં આ મંદિરના ગર્ભગૃહમાં બધા સ્તંભ ઊભા કરી દેવામાં આવ્યા છે.

રામલલાનાં દર્શન એટલે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 32 દાદરા બનવાના છે, જેમાંથી 24 બની ગયા.આ સિવાય તસવીરોમાં સિંહદ્વાર, ગર્ભગૃહની દીવાલો અને પિલર નિર્માણની ભવ્યતાને દર્શાવવામાં આવી છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, મંદિર હવે આકાર લઇ રહ્યું છે. 70% કામ પૂરું થઈ ગયું છે. આ તસવીરો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાહેર કરી છે. રામમંદિરના ગર્ભગૃહની ત્રણેય બાજુ દીવાલો રામમંદિરના ગર્ભગૃહના એક ભાગમાં ચોખટ અને દીવાલો આકાર લેતી જોવા મળી રહી છે. જ્યારે ત્રણેય બાજુ દીવાલો ઊભી થઈ ગઈ છે.

20 ફૂટ ઊંચી દીવાલો મકરાનાના સફેદ આરસપહાણથી બનાવવામાં આવી રહી છે. રામમંદિરની છત ઉપર લગભગ 200 બીમની કોતરણીનું કામ થઈ ગયું છે. બીમની કોતરણીનું કામ રામસેવક પુરમ અને રામઘાટ સ્થિત વર્કશોપમાં કરવામાં આવી રહ્યું છે.

જે પથ્થરો ઉપર કોતરણી થઈ ગઈ છે તેને રામજન્મભૂમિ પરિસરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ખરેખર આ મંદિર સમગ્ર હિન્દૂ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે. જે દિવસે શ્રી રામજી મંદિરમાં બિરાજમાન થશે ત્યારે એવું લાગશે કે કળયુગમાં શ્રી રામનો વનવાસ પૂર્ણ થયા બાદ ફરી અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થયા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *