ગુજરાતમાં કાળે આ શું માંડ્યું છે ? અમરેલીમાં છકરડા ચાલકને શરૂ વાહને જ હાર્ટઅટેક આવતા થયું કરુંણ મૌત, જુઓ વિડીયો
હાલના સમયમાં કોને ખબર આપણા ગુજરાત પર કેવો કાળ વીતી રહ્યો છે, આવું દરેક લોકો કહી રહ્યા છે, શા માટે કહી રહ્યા છે તે પણ આપ જાણો જ છો કારણ કે વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાંથી રોજનો એકતો એવો બનાવ હોય જ છે જેમાં કોઈ યુવક કે યુવતીનું હાર્ટઅટેકથી મૃત્યુ થતું હોય. હાલ તો નાના બાળકોને પણ હાર્ટઅટેક આવી રહ્યા છે જે ખુબ જ ગંભીર વાત કહેવાય, એવામાં વધુ એક આવી જ ઘટના હાલ સામે આવી છે.
રાજ્યના જામનગર તથા અમરેલી જિલ્લામાંથી હાર્ટઅટેકની વધુ ઘટના સામે આવી છે જેમાં એક ઘટનામાં તો છકરડા ચાલક છકરડો ચલાવતા ચલાવતા જ હાર્ટઅટૈકનો શિકાર બન્યો હતો. આ ઘટનાનો હાલ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે છકરડો લઈને જતો વ્યક્તિ અચાનક જ નીચે ઢળી પડે છે, જે બાદ ચાલકને તરત જ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે પણ અફસોસ તેનું નિધન થાય છે.
આ ઘટના અમરેલી બાબરા હાઇવે પર આવેલ લુણકી ગામનું હોવાનું સામે આવ્યું છે જ્યા ઓધડભાઈ મુંધવા ત્રણ મુસાફરોને બેસાડીને જતા હતા ત્યારે તેઓની સાથે આ ઘટના ઘટી હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે છકરડો આવી રહ્યો છે એવામાં અચાનક જ ચલાવનાર નીચે પડી જાય છે જયારે છકરડો આપોઆપ ચાલવા લાગે છે. ખબર મળી છે કે મુસાફરી કરી રહેલ મુસાફરોની કોઈ ઇજા થઇનથી .
પરંતુ છકરડા ચાલકને 108 ના માધ્યમથી નજીકના હોસ્પિટલ ખાતે ખસેડતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.આ પેહલી આવી ઘટના નથી રાજ્યમાં આની પેહલા પણ આવી અનેક ઘટના ઓ ઘટી ચૂકેલ છે જેમાં અમુક વખત ગરબા કરતા કરતા તો અમુક વખત ક્રિકેટ રમતા રમતા યુવકોને હાર્ટઅટેક આવી રહ્યા છે.
#video #gujarat #heartattack pic.twitter.com/JcYpBVjM9J
— Gujarati Akhbar (@TodayGUJARAT1) October 19, 2023