India

હચમચાવી દે તેવી ઘટના ! SI એ પત્નીના લફરાના કારણે પત્ની ના ગોળી મારી અને પછી પોતે પણ આત્મહત્યા કરી.

હાલ આ દુનિયામાં લોકોને સબંધ વિષે કઈ મહત્વ જ રહ્યું નથી. બસ લોકો પોતાની ઈચ્છા ને આધીન કોની સાથે કેવો સબંધ કરવો એ નકકી કરી લે છે, તે લોકો ભવિષ્યનું  આગળ-પાછળ નું કઈ વિચારતા જ નથી, ને ખુબ પોતાના જીવન માં ખોટુ પગલું ભરી લે છે.

તેવી જ એક વાત મધ્યપ્રદેશનારીવા જીલ્લાના પનવાર સ્ટેશન ના SI નામે પ્રભારી હીરા સિંહ એ પોતાની પત્ની નામે પ્રભારી રાની ની હત્યા કરી, ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધેલ હતી, મળતી માહિતી અનુસાર SI પ્રભારી સિંહ ની પત્ની ના બે યુવકો સાથે લફરા હોવાનું કારણ બહાર આવ્યું હતું. અને આ બંને યુવકો SI ની પત્ની ને બ્લેકમેલ કરી તેની  પાસેથી રૂપિયા પણ લેતા હોવાનું જાણવા મળેલ હતું. અને બધી વાત SI હીરાસિંહ ને જાણ થતા તેણે તેની પત્ની ને સમજાવી સુધારવાનું કહ્યું પરંતુ તેમની પત્ની આ વાતથી નારાજ થઇ હતી, અને ઘણા દિવસ તેમની સાથે વાત પણ કરી ન હતી.

આ તમામ ઘટના થી SI હીરાસિંહ ખુબજ હેરાન-પરેશાન રહેતો હતો, તેણે આખરે આ બાબત નું કઈ નિરાકરણ ન આવતા તેણે પોતાના ઘરે પોતાની રિવોલ્વર થી પહેલા પોતાની પત્નીની હત્યા કરી, અને ત્યારબાદ તેણે પોતે આત્મહત્યા કરી લીધેલ હતી, આ ઘટના પહેલા SI હરિસિંહ એ એક સુસાઇડ નોટ પણ લખેલ હતો, જેમાં તેમણે તેમની પત્નીના બે યુવકો સાથે ના સબંધ અને તે યુવકો તે જ ગામમ રહે છે, અને તે યુવકો તેની પત્નીને બ્લેકમેલ પણ કરી રહ્યા તથા તેની પત્નીને અને પરિવાર ને બર્બાદ કરી નાખ્યા છે, અને છેલ્લે SI હરિસિંહ એ એમ  પણ લખેલું હતું કે, “હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છુ. અને જીવ આપી રહ્યો છુ.

આ સુસાઇડ નોટ શહડોલ પોલીસ ને મળી આવેલ છે, અને પોલીસ આ બંને યુવકો ની ધરપકડ કરી લીધેલ છે. મળતી માહિતી અનુસાર પનવારનાં થાના પ્રભારી હીરાસિંહ શહડોલના એક ભાડાના મકાનમાં રહેતા હતા, તે તેમની પત્ની પ્રભારી રાની અને તેમને સંતાન માં એક ૯ વર્ષની પુત્રી અને ૧૪ વર્ષનો પુત્ર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!