Gujarat

પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલા હત્યા કેસ મા ગુજરાત સાથે કનેક્શન નીકળ્યુ જેમા સંતોષ જાદવ…

થોડા દિવસ અગાઉ પંજાબના લોકપ્રિય સિંગર સિધુ મુજસેવાલા ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તેમના ચાહકોમાં ઘણો જોવા મળ્યો હતો અને આ ઘટનાને લઇને પંજાબ સરકાર પર લોકોનો રોષ જોવા મળ્યો હતો કારણકે સિધુ મુજસે વાલા ની અત્યારના બે દિવસ અગાઉ જ તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ સતત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ ઘટના નું કનેક્શન ગુજરાતમાં પણ મળી આવ્યું છે.

આ ઘટના બાદ સિધુ મુસેવાલા ની હત્યા ની જવાબદારી બિશનોઈ ગેંગે લીધી હતી કહેવામાં આવી રહ્યું છે કે બિશનોઈ ગેંગ પાસે અનેક સાફ શૂટર છે જેના દ્વારા પંજાબી સિંગર સિધુ મુજસે વાલા ની હત્યા કરવામાં આવી હતી ત્યારે હાલ ગુજરાત માથી એક શંકાસ્પદ યુવક સંતોષ જાદવ ની ધરપકડ કરવામા આવી હતી. આ સમગ્ર કાર્યવાહી મહારાષ્ટ્ર ની પુણે ગ્રામીણ પોલીસ દ્વારા કરવામા આવી હતી. આ બાબતે હવે સોમવારે પોલીસ અધિકારીઓ વિશેષ માહીતી આપશે.

જો સંતોષ જાદવ ની વાત કરવામા આવે તો સંતોષ જાધવ 23 વર્ષના છે. તે અંબેગાંવતાલુકાના આદિવાસી વિસ્તારના પોખરી ગામનો વતની છે. તેઓ મંચરમાં રહેતા હતા. સંતોષ જાધવના પરિવારમાં માતા, બહેન, પત્ની અને એક પુત્રી છે. રણ્યા ઉર્ફે ઓમકાર બાંખિલેની 1 ઓગસ્ટ, 2021ના રોજ મંચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. સંતોષ જાધવ સામે હત્યામાં સંડોવણી હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!