કરોડો રૂપિયાના ચાંદીના ઘોડા બનાવી આ વ્યક્તિએ રામદેવપીર બાબાને ભેટ કર્યા હતી એવી અનોખી માનતા એ જાણશો તો વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો અસ્થાવાન છે જેના કારણે તે અલગ અલગ રીતે પોતાની આસ્થા દર્શાવે છે. આપણે સૌ દૈવીય શક્તિમાં માનીએ છીએ. સૌ કોઈ આ વિશાળ વિશ્વને ચલાવનાર દૈવીય શક્તિની પૂજા કરીએ છીએ. જેમને આપણે ભગવાન કહીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ પોતાના સારા અને ખરાબ સમયમાં સૌથી પહેલા ભગવવાને જ યાદ કરે છે. અને તેની ભગવાનમાં સંપૂર્ણ આસ્થા હોઈ છે.
હાલમાં જે બનાવ સામે આવ્યો છે તે પ્રભુઅસ્થા નો ઉતમ ઉદાહરણ છે. કે જ્યાં કરોડો રૂપિયાના ચાંદીના ઘોડા એક વ્યક્તિએ રામાપીર ને ભેટ કર્યા છે તો ચાલો આપણે આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ચાંદીના ઘોડા બનાવનાર વ્યક્તિ નું નામ ઓમપ્રકાશ ખત્રી છે. કે જેઓ જાલોર જીલ્લાના અહોર તાલુકાના ગુડા બલોતન ગામના રહેવાસી છે. તેમણે આશરે ૬ બાય ૬ ના ઘોડા રામાંપીરને ભેટ કર્યા છે જે પૈકી એક ઘોડાનું વજન ૧૫૦ કિલોથી વધુ જયારે બીજા ઘોડાનું વજન ૨૦ કિલોથી વધુ છે.
જણાવી દઈએ કે ઓમપ્રકાશ ખત્રીએ આ ઘોડા માનતા પૂરી કરવા માટે ભેટ કર્યા છે જોકે આ માનતા તેમની નહિ પરંતુ તેમના પરદાદા ની હતી. જણાવી દઈએ કે ઓમપ્રકાશ ખત્રી ના પરદાદા ને સુતા સમયે ઘોડાના ચાલવાનો અને દોડવાનો અવાજ સંભળાતો હતો જે બાદ તેમણે રામદેવપીર બાપાને ઘોડા ચડાવવાની માનતા કરી હતી જે બાદ તેમને ઘોડા નો આવાજ આવતો બંધ થઇ ગયો આ વાત ઓમપ્રકાશ ખત્રી ના પરદાદા એ પરિવારને કહી જે બાદ ઓમપ્રકાશ ખત્રી દ્વારા પરદાદાની માનતા પૂરી કરવા માટે આ ઘોડા રામાંપીરને ભેટ કરવામાં આવ્ય હતા.
આ માટે ઓમપ્રકાશ ખત્રી પરિવાર સાથે રામાપીરના સમાધિ સ્થાન રામદેવરા ગયા હતા. કે જ્યાં ઓમપ્રકાશ ખત્રી દ્વારા વાજતે ગાજતે અહીના વિવિધ વિસ્તાર જેવાકે નાચના રોડ ઉપરાંત મેઈન ચોક, મંદિર રોડ અને પોકરણ રોડ થી થઈને રામસરોવર તળાવ થી રામાપીરની સમાધિ સુધી ઘોડા ની શોભા યાત્રા કાઢી હતી જેમાં અનેક લોકો જોડાયા અને હજારોની સંખ્યમાં લોકો ઘોડા જોવા આવ્ય હતા. જણાવી દઈએ કે ઓમપ્રકાશ ખત્રી ની સોના ચાંદી ની દુકાનો છે તેમના જણાવ્યા અનુસાર આ ઘોડાઓ ત્રણ વર્ષથી તૈયાર હતા પરંતુ કોરોનાને કારણે મંદિર બંધ હતા તેથી હવે માનતા પૂરી કરી. આ સમયે મંદિરના પુજારી દ્વારા મંત્રોચાર દ્વારા આ ઘોડાઓની પૂજન વિધિ કરવામાં આવી. જણાવી દઈએ કે ખત્રીના જણાવ્યા અનુસાર આ બંને ઘોડાની કીમત આશરે ૧ કરોડ કરતા પણ વધુ છે.