રિયલ લાઈફ સિંઘમ છે આ IPS ઓફિસર ! AK 47 લઇને ડાકુઓ સામે ઉતર્યા હતા મેદાન અને બદલી થતા આખુ ગામ રડી પડ્યુ હતું…
મિત્રો તમે સિંઘમ ફિલ્મ તો જોઈ જ હશે જેમાં અજય દેવગણ એક પોલીસ અધિકારી બનીને એટલી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતો હોય છે કે તેમના ગ્રામજનોને પણ તેના પર ગર્વ હોય છે. આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ પોલીસ અધિકારીની વાત કરવાના છીએ જેણે અનેક ડાકુઓનો ખાત્મો કરી નાખ્યો નાખ્યો હતો, આ પોલીસ અધિકારીનો સ્વભાવ એટલો સરળ અને સારો હતો કે જયારે તેઓની બદલી થઇ ત્યારે આખું ગામ રડી પડ્યું, એટલું જ નહીં આ અધિકારીને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે આ અધિકારીનું નામ મૃદુલ કચ્છાવા છે જે કરૌલી જિલ્લાના પાડોશી જિલ્લામાં ધૌલપૂરમાં એસપી તરીકેની ફરજ બજાવી રહ્યા હતા, આ જિલ્લામાં એસપી તરીકેની તેઓની પેહલી પોસ્ટિંગ હતી. પોતાની પેહલી પોસ્ટિંગમાં જ એસપી મૃદુલ કચ્છાવાએ એટલું શાનદાર કાર્ય કર્યું હતું. 8જુલાઈ 2019ના રોજ તેઓને ધૌલપુરમાં પોસ્ટિંગ તેનાત કરી દેવામાં આવ્યા હતા જે બાદ 8 જુલાઈ 2020ના રોજ જ તેઓનું કરૌલીમાં બદલી કરી નાખવામાં આવી હતી.
લોકડાઉંના સમયમાં મૃદુલ કચ્છાવા ગામમાં ખુબ સારું કાર્ય કર્યું હતું, જેના લીધે લોકોમાં પણ તેઓની આગવી છાપ બંધાય ચુકી હતી, આજ કારણને લીધે જયારે કચ્છાવાનું ટ્રાંસફર થયુ ત્યારે ગ્રામજનો રડી પડ્યા હતા.ગ્રામજનોએ એસપી કચ્છાવાને બેન્ડબાજા સાથે એકદમ વાજતે ગાજતે ગામમાંથી વિદાઈ આપી હતી. ધૌલપુરમાં એસીપીની ફરજ બજાવતા મૃદુલ કચ્છાવાએ ગામમાં ડાકુઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં તેઓ ખુદ જ AK-47 લઈને ડાકુઓ પર તૂટી પડ્યા હતા અને ફક્ત 11 માસમાં જ 45 ડાકુઓની ધરપકડ કરી લીધી હતી.
મૃદુલ કચ્છાવા રાજસ્થાનના એક યુવા પોલીસ આઈપીએસ અધિકારી માંથી એક છે, તેઓની આવી નીડરતાને સલામ છે. તેઓને ઘોડેસવારી કરવી વધારે પસંદ છે, આથી જ તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ તેમના ઘોડા સાથેના અનેક ફોટો તમે જોયા જ હશે.ધૌલપુર ગામમાં મૃદુલ કચ્છાવા સિંઘમ તરીકેની છબી ધરાવે છે. જણાવી દઈએ કે એસપી મૃદુલ કચ્છાવા વિરુદ્ધ એક વિધાયકે ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો હતો અને મુખ્યમંત્રીને આ અંગે ચિઠ્ઠી પણ લખી હતી.
આ વાત સામે આવતા લોકોએ આ વિધાયક વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, ઘણા એમએલએ આ એસપીનો સપોર્ટ પણ કર્યો હતો.વિધાયક પી આર વીણાની આ ચિઠ્ઠી બાદ પણ રાજ્ય સરકારે કોઈ પ્રકારનું એક્શન લીધું હતું નહીં અને ન તો કાંઈ એસપીએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું.