બહેન થી નારાજ ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે ઉડાવ્યો ! હત્યા કરવાનું કારણ જાણી હચમચી જશો…
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે. વાત જાણે એમ છે કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે ઉડાવ્યો અને ગોળી માર્યા પછી પણ માથામાં-શરીર પર બંદૂક મારતો રહ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આવું શા માટે કર્યું. આ ઘટના જાણીને તમારા સૌ કોઈનું હૈયું કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે.
વાત જાણે એમ છે કે, છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામે ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે ખુનનો ખતરનાક ખેલ ખેલાયો હતો. આ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે, બહેને પ્રેમલગ્ન કરતાં અકળાયેલા ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યારા ભાઈના લીધે 8 મહિનાની ગર્ભવતી બેનને વિધવા બનાવી દિધી. આ બનાવ બાદ જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હત્યારા સાળાની ધરપકડ કરી હતી.
પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોને અન્ય જગ્યાએ કરી દીધા હતા. પરંતુ યુવતી થોડા મહિના જ પોતાના પતિને ત્યાં રહી હતી અને ત્યારબાદ તે પ્રેમી સાથે રહેવા લાગી હતી.
યુવતીએ પોતાના પ્રેમી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા અને સુખી દાંમ્પત્યજીવન ગુજારતા હતા અને યુવતી ગર્ભવતી બની હતી અને તેને આઠ મહિના પણ થઈ ચૂક્યા છેબીજી બાજુ બહેનના પ્રેમ લગ્ન ભાઈને ન ગમતા તે પોતાના બનેવીને સબક શીખવાડવા માટે મનમાં જ અકળાયેલો રહેતો અને મોકો મળતાં જ ગઈકાલે મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂંટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો. ત્યાં જઈને બુમાબુમ કરતા બનેવી સુનિલભાઈ ઘરની બહાર નીકળ્યા હતા અને સાથે જ બહેન પણ ઘરની બહાર આવી હતી.
બહેનના પ્રેમલગ્નની અકળાયેલા સાળા સચિને પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી. સુનીલભાઈ જમીન પર ફસડાઈ જવા છતાં સાળા સચિનનો ક્રોધ ઓછો થયો ન હતો. જેથી બંદુકનો પાછળનો ભાગ સુનિલને માથામાં અને શરીર પર મારવા લાગ્યો હતો.આ વાતની જાણ સુનીલભાઈના પરિજનોને થતાં પોલીસને જાણ કરતાં પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સુનિલભાઈની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારા સાળા સચિનને પકડીને જેલમાં ધકેલવામાં આવેલ છે.